ANIMALનું પ્રી ટીઝર રિલીઝ, રણબીર કપૂરનો ખૂંખાર લુક જોઈને તમે થઈ જશો સ્તબ્ધ..!

બોલિવૂડ સ્ટાર રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જ્યારથી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે

New Update
ANIMALનું પ્રી ટીઝર રિલીઝ, રણબીર કપૂરનો ખૂંખાર લુક જોઈને તમે થઈ જશો સ્તબ્ધ..!

બોલિવૂડ સ્ટાર રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જ્યારથી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી ચાહકો તેની સાથે સંબંધિત દરેક અપડેટ માટે આતુર છે. ફેન્સની આ આતુરતા જોઈને મેકર્સે ફેન્સને મોટી ગિફ્ટ આપી છે. આ ફિલ્મનું પ્રી ટીઝર રવિવારે રિલીઝ કરવામાં આવ્યું હતું.

આ નાનું પ્રી-ટીઝર ખરેખર આશ્ચર્યજનક છે. આમાં રણબીર કપૂર ખૂબ જ ઉગ્ર દેખાઈ રહ્યો છે. વીડિયોમાં તે ટોળા સાથે લડતો જોઈ શકાય છે. અભિનેતા તેમાં માસ્ક પહેરેલા માણસોને નિર્દયતાથી મારતો જોવા મળે છે. આ ક્લિપમાં નોંધવા જેવી સૌથી મહત્વની બાબત તેની સિનેમેટોગ્રાફી છે. તેની સિનેમેટોગ્રાફી બતાવે છે કે ફિલ્મ વધુ જટિલ બનવાની છે.

Read the Next Article

દીપિકાએ પિતા પ્રકાશ પદુકોણના જન્મદિને બેડમિન્ટન સ્કૂલ અર્પણ કરી

દીપિકાએ પિતા પ્રકાશ પદુકોણને તેમના 70મા જન્મદિને એક બેડમિન્ટન સ્કૂલ ડેડિકેટ કરી છે. દીપિકાએ સોશિયલ મીડિયા પર જાતે આ ખુશીની ક્ષણ શેર કરી હતી.

New Update
f

દીપિકાએ પિતા પ્રકાશ પદુકોણને તેમના 70મા જન્મદિને એક બેડમિન્ટન સ્કૂલ ડેડિકેટ કરી છે. દીપિકાએ સોશિયલ મીડિયા પર જાતે આ ખુશીની ક્ષણ શેર કરી હતી.

દીપિકાના પિતા  પ્રકાશ પદુકોણ બેડમિન્ટન લિજન્ડ ગણાય છે. વાસ્તવમાં દીપિકાની પહેલી ઓળખ જ પ્રકાશ પદુકોણની પુત્રી તરીકેની છે. દીપિકાએ પિતા સાથે મળીને આ સ્કૂલ લોન્ચ કરી છે. પ્રકાશ પદુકોણ જ અહીં  બેડમિન્ટનની તાલીમ આપવાના છે. 

દીપિકાએ આ ક્ષણે ગર્વ સાથે જણાવ્યું હતું કે જે લોકો  બેડમિન્ટન રમીને મોટા થયા છે તેમને જ ખબર છે કે આ રમત કેટલી ખાસ છે. મારો પોતાનો પણ  અંગત અનુભવ  છે કે આ રમતે મારી જિંદગીનું ખાસ રીતે ઘડતર કર્યું છે. 

મારા પિતા આ વયે પણ પોતાનો મોટાભાગનો સમય બેડમિન્ટનમાં જ પસાર કરે છે. અમે ઈચ્છીએ છીએ આ રમત થકી કેળવાતી શિસ્ત અને ફિટનેસનો લાભ અન્ય લોકોને પણ મળે. 

દીપિકા અત્યારે કારકિર્દીમાં જુદાં કારણોસર ચર્ચામાં છે. તેણે હાલમાં જ સંદિપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'સ્પિરિટ' કામના કલાકો બાબતે છોડી દીધી છે. મર્યાદિત સમય માટે જ કામ કરવાની દીપિકાની પહેલને ઈન્ડસ્ટ્રીના અનેક લોકોએ ટેકો આપ્યો છે.