New Update
ગુજરાતી ફિલ્મનું પ્રમોશન
અંકલેશ્વરમાં ફિલ્મનું પ્રમોશન કરાયુ
ઈન્ટરવ્યુ ફિલ્મ 13 સપ્ટેમ્બરે થશે રિલીઝ
દર્શકો સાથે કલાકારોએ કર્યો વાર્તાલાપ
ડાયરેકટર સહિત ફિલ્મની ટીમ રહી ઉપસ્થિત
અપકમિંગ અર્બન ગુજરાતી ફિલ્મ ઇન્ટરવ્યૂના કલાકારોએ અંકલેશ્વરમાં ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. અર્બન ગુજરાતી ફિલ્મ ઇન્ટરવ્યૂ તારીખ 13 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે ત્યારે ફિલ્મના કલાકારો અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ જેસીઆઈ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ફિલ્મના મુખ્ય કલાકારો પરીક્ષિત ટમાલીયા, સોહીની ભટ્ટ,દિગ્દર્શક કિલ્લોલ પરમાર અને પ્રોડ્યુસર રક્ષિત ફળદુએ ઉપસ્થિતો સાથે વાર્તાલાપ કરી ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. આ ફિલ્મનું નિર્માણ અંકલેશ્વરના નરેશ પુજારા અને સ્મિત પુજારા તેમજ કૌશિક પટેલ દ્વારા કરવામાં આવ્યું છે તેઓ દ્વારા ફિલ્મના કલાકારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું..
Latest Stories