Connect Gujarat
મનોરંજન 

અર્જુન કપૂરની ફિલ્મ ‘ધ લેડી કીલર’ રહી સુપર ફ્લોપ, આખા ભારતમાંથી 300 દર્શક પણ ન મળ્યા...

અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરની જોડી પહેલીવખત અજય બહલની ધ લેડી કિલરમાં નજર આવી છે. આ ફિલ્મ થિયેટર્સમાં આ શુક્રવારે રિલીઝ થઈ છે.

અર્જુન કપૂરની ફિલ્મ ‘ધ લેડી કીલર’ રહી સુપર ફ્લોપ, આખા ભારતમાંથી 300 દર્શક પણ ન મળ્યા...
X

અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરની જોડી પહેલીવખત અજય બહલની ધ લેડી કિલરમાં નજર આવી છે. આ ફિલ્મ થિયેટર્સમાં આ શુક્રવારે રિલીઝ થઈ છે. ધ લેડી કિલરના ટ્રેલર બાદથી ચાહકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ધ લેડી કિલરમાં અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરની સ્ટાર પાવર હોવા છતાં આ ફિલ્મ થિયેટર્સમાં દર્શકોને ખેંચવામાં નિષ્ફળ રહી છે. ફિલ્મની ઓપનિંગ ખૂબ ઠંડી રહી અને આ સાથે તેની કમાણી પર પણ અસર પડી છે. હવે ધ લેડી કિલરની રિલીઝના પહેલા દિવસની કમાણીના શરૂઆતી આંકડા પણ સામે આવી ગયા છે. રિપોર્ટ અનુસાર ફિલ્મ શરૂઆતી અનુમાન અનુસાર સમગ્ર દેશમાં માત્ર 293 ટિકિટ વેચવામાં સફળ રહી છે અને તેણે માત્ર 38000 રૂપિયાનું કલેક્શન કર્યુ છે. ભૂમિ પેડનેકર અને અર્જુન કપૂરની જોડી પહેલી વખત પડદા પર ધ લેડી કિલરમાં નજર આવી છે પરંતુ આ ફિલ્મ દર્શકોને લોભાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે અને આ સાથે આ ફિલ્મ પોતાની રિલીઝના પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઈ છે. દરમિયાન ધ લેડી કિલરના વધુ દિવસ સુધી થિયેટર્સમાં ટકવાની જરા પણ આશા નથી અને આ સાથે આ ફિલ્મ અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરની સૌથી મોટી ડિઝાસ્ટર ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે.

Next Story