/connect-gujarat/media/media_files/2025/11/08/aryan-2025-11-08-15-09-48.jpg)
બોલીવૂડના બેડશાહ શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન હવે પોતાના દિગ્દર્શનના સપનાને હકીકતમાં ઉતારવા તૈયારી કરી રહ્યો છે.
ઓટીટી પર રિલીઝ થયેલી તેની પ્રથમ સીરિઝ ‘ધ બેડ્સ ઓફ બોલીવૂડ’ને મળેલી સફળતા પછી હવે આર્યન ફીચર ફિલ્મોના દિગ્દર્શનમાં હાથ અજમાવવા જઈ રહ્યો છે. આ વખતે તે એક નવી અને રસપ્રદ ફિલ્મનું દિગ્દર્શન કરશે, જેના માટે ટૂંક સમયમાં કાસ્ટિંગની પ્રક્રિયા શરૂ થવાની છે.
ખાસ વાત એ છે કે આર્યન પોતાની આ નવી ફિલ્મ પૂર્ણ કર્યા બાદ 2027માં પોતાના પિતા શાહરુખ ખાનને મુખ્ય ભૂમિકામાં લઈને ફિલ્મ બનાવવાનો ઈરાદો ધરાવે છે. આ પ્રોજેક્ટ બોલીવૂડમાં ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે આ પહેલી વાર હશે જ્યારે પિતા અને પુત્રની જોડી દિગ્દર્શક-અભિનેતા તરીકે સાથે કામ કરશે. આર્યન હાલ પોતાને એક ગંભીર અને પ્રતિભાશાળી દિગ્દર્શક તરીકે સ્થાપિત કરવા માટે મહેનત કરી રહ્યો છે અને તે ઈચ્છે છે કે શાહરુખ સાથે કામ કરવા પહેલાં પોતાનું દિગ્દર્શન કૌશલ્ય સાબિત કરી દે.
હાલ આર્યનની આગામી ફિલ્મની વાર્તા કે કાસ્ટ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર થઈ નથી, પરંતુ બોલીવૂડમાં ચર્ચા ચાલી રહી છે કે આ ફિલ્મ આધુનિક યુવાનોના જીવન અને સંબંધોની જટિલતાઓ પર આધારિત હોઈ શકે છે. આર્યન ખાનની દિગ્દર્શક તરીકેની આ યાત્રા શાહરુખ ખાનના ફેન્સ માટે પણ ઉત્સાહજનક છે, કારણ કે વર્ષ 2027માં બન્નેને એક જ પ્રોજેક્ટમાં સાથે જોવા મળવાનું છે, જે નિશ્ચિતપણે સિનેમા જગત માટે એક યાદગાર ક્ષણ સાબિત થશે.