આશા પારેખને મળશે દાદા સાહેબ ફાળકે અવૉર્ડ,પહેલી જ વાર કોઈ ગુજરાતીને મળશે આ સન્માન

બોલિવૂડની લોકપ્રિય એક્ટ્રેસ આશા પારેખને દાદા સાહેબ ફાળકે અવૉર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સર્વોચ્ચ અવૉર્ડ છે.

New Update
આશા પારેખને મળશે દાદા સાહેબ ફાળકે અવૉર્ડ,પહેલી જ વાર કોઈ ગુજરાતીને મળશે આ સન્માન

બોલિવૂડની લોકપ્રિય એક્ટ્રેસ આશા પારેખને દાદા સાહેબ ફાળકે અવૉર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સર્વોચ્ચ અવૉર્ડ છે. આ અવૉર્ડ એક્ટ્રેસને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપેલા પોતાના યોગદાન બદલ આપવામાં આવ્યો છે. આશા પારેખનો જન્મ ગુજરાતી પરિવારમાં થયો છે.79 વર્ષીય આશા પારેખને 68મા નેશનલ ફિલ્મ અવૉર્ડ દરમિયાન દાદા સાહેબ ફાળકે અવૉર્ડથી સન્માનિત કરવામાં આવશે. છેલ્લે, 2019માં સુપરસ્ટાર રજનીકાંતને દાદા સાહેબ ફાળકે અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.22 વર્ષ બાદ પહેલી જ વાર દાદા સાહેબ ફાળકે અવૉર્ડ એક મહિલાને આપવામાં આવ્યો છે. વર્ષ 2000માં સિંગર આશા ભોસલેને આ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.2 ઓક્ટોબર, 1942માં જન્મેલાં આશા પારેખ હાલમાં મુંબઈમાં ડાન્સ એકેડમી 'કારા ભવન' ચલાવે છે. આ ઉપરાંત સાંતાક્રુઝ, મુંબઈમાં 'બીસીજે હોસ્પિટલ એન્ડ આશા પારેખ રિસર્ચ સેન્ટર' પણ ચાલે છે. આશા પારેખે 95 જેટલી હિંદી ફિલ્મમાં કામ કર્યું છે.1999માં 'સર આંખો પર' તેમની છેલ્લી બોલિવૂડ ફિલ્મ હતી. આશાને 11વાર લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે.1992માં ભારત સરકારે પદ્મશ્રીથી નવાજ્યાં હતાં.

Latest Stories