લોકડાઉનથી બોક્સ ઓફિસ પર ઓછા બજેટની ફિલ્મોની સતત ઓછી કમાણી બોલિવૂડ માટે ટેન્શનનું કારણ બની ગઈ છે પણ ગયા વર્ષની 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ આ ટ્રેન્ડને બદલ્યો હતો અને હવે ત્યારે હવે 'ધ કેરલા સ્ટોરી' ફિલ્મની કમાણીએ આ ટ્રેન્ડ બદલ્યો છે. મેના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થયેલી 'ધ કેરલા સ્ટોરી'માંથી કોઈને મોટા ધમાકાની અપેક્ષા નહતી પણ વિવાદોને કારણે આ ફિલ્મને ઘણી લાઈમલાઈટ મળી હતી. જો કે તેમ છતાં કોઈએ વિચાર્યું ન હતું કે તે રેકોર્ડ બ્રેકિંગ ઝડપે કમાણી કરશે. પરંતુ 'ધ કેરલા સ્ટોરી' તમામ અપેક્ષાઓને પાછળ છોડીને તોફાની ગતિએ કમાણી કરી રહી છે. તમામ વિવાદોને પછાડીને આ ફિલ્મ 18 દિવસથી બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. સોમવારે, 22 મેના રોજ, ફિલ્મે 200 કરોડનો આંકડો પાર કરીને એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે.'ધ કેરલા સ્ટોરી'એ શુક્રવારે 6.60 કરોડનું કલેક્શન કર્યું હતું તો 15મા દિવસે શનિવારે 9.15 કરોડનું કલેક્શન અને રવિવારે 11 કરોડ રૂપિયાનું જોરદાર કલેક્શન કર્યું હતું. એ બાદ સોમવાર વર્કિંગ ડે હોવા છતાં, ફિલ્મે જોરદાર કમાણી કરતા 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે.17 દિવસમાં ફિલ્મે કુલ 198.47 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જે બાદ સોમવારના કલેક્શન સહિત ફિલ્મે 200 કરોડનો આંકડો પાર કરી લીધો હતો.
બોક્સ ઓફિસ પર ધ કેરલા સ્ટોરી ફિલ્મની ધૂમ, 200 કરોડ ક્લબમાં થઈ સામેલ
લોકડાઉનથી બોક્સ ઓફિસ પર ઓછા બજેટની ફિલ્મોની સતત ઓછી કમાણી બોલિવૂડ માટે ટેન્શનનું કારણ બની ગઈ છે
New Update
Latest Stories