Avatar: The Way of Water : 'Avatar 2'એ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, પહેલા દિવસે કર્યું આટલું કલેક્શન..!

વર્ષ 2009માં રિલીઝ થયેલી 'અવતાર'એ રિલીઝ થયા બાદ ટિકિટ વિન્ડો પર અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.

New Update
Avatar: The Way of Water : 'Avatar 2'એ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, પહેલા દિવસે કર્યું આટલું કલેક્શન..!

વર્ષ 2009માં રિલીઝ થયેલી 'અવતાર'એ રિલીઝ થયા બાદ ટિકિટ વિન્ડો પર અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ પણ આ ફિલ્મના નામે હતો. ફિલ્મની વાર્તા લોકોને એટલી પસંદ આવી હતી કે દરેક દેશમાં ફિલ્મે ખૂબ કમાણી કરી હતી. ત્યારે ભારતમાં પણ આ ફિલ્મે લોકોના દિલ જીતી લીધા હતા. હવે તેના બીજા ભાગને પણ ભારતમાં સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.

Advertisment W3.CSS

એડવાન્સ બુકિંગથી જ સ્પષ્ટ થઈ ગયું હતું કે ઘરેલું બોક્સ ઓફિસ પર અવતાર ધ વે ઓફ વોટરની શરૂઆત ધમાકેદાર થવા જઈ રહી છે. આ દરમિયાન ફિલ્મની પ્રથમ દિવસની કમાણીનો આંકડો સામે આવ્યો છે. શરૂઆતના આંકડાઓ અનુસાર, ફિલ્મે શુક્રવારે 38 કરોડનો બિઝનેસ કર્યો છે અને ઘણી કમાણી કરી છે. આ ફિલ્મે તમામ ભાષાઓને જોડીને આ કલેક્શન કર્યું છે.

આ સાથે 'અવતાર ધ વે ઓફ વોટર'એ ઓપનિંગ ડે પર કમાણીના મામલે બ્રહ્માસ્ત્રને પાછળ છોડી દીધું છે. જોકે આ ફિલ્મ સ્થાનિક બોક્સ ઓફિસ પર યશ સ્ટારર KGF ચેપ્ટર 2 નો રેકોર્ડ તોડવામાં નિષ્ફળ રહી હતી. તમને જણાવી દઈએ કે વર્ષ 2022માં સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ KGF 2 એ 53.95 કરોડનું કલેક્શન કર્યું હતું. પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત, આ વર્ષે કોઈ પણ ફિલ્મ આ ફિલ્મના ઓપનિંગ કલેક્શનને પાછળ છોડી શકી નથી.