Connect Gujarat
મનોરંજન 

બાહુબલી 2 ના નિર્માતાએ પઠાણ ફિલ્મની રેકોર્ડબ્રેક કમાણી પર આપી પ્રતિક્રિયા

શાહરૂખ ખાનની કમબેક ફિલ્મ પઠાણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે.

બાહુબલી 2 ના નિર્માતાએ પઠાણ ફિલ્મની રેકોર્ડબ્રેક કમાણી પર આપી પ્રતિક્રિયા
X

શાહરૂખ ખાનની કમબેક ફિલ્મ પઠાણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. તેણે પૂરા ચાર વર્ષ પછી મોટા પડદા પર કામ કર્યું અને પોતાની ફિલ્મથી બધાના દિલ જીતી લીધા. કહેવાય છે કે તે બોક્સ ઓફિસનો પણ બાદશાહ બની ગયા છે. તેની ફિલ્મ પઠાણ હવે સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે. કિંગ ખાનની ફિલ્મે 510 કરોડથી વધુની કમાણી કરીને સાઉથ અભિનેતા પ્રભાસની 'બાહુબલી 2'ને પાછળ છોડી દીધી છે.

ફિલ્મના શાનદાર કલેક્શન બાદ સમગ્ર ટીમમાં ખુશીનો માહોલ છે. ચાહકોની સાથે સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોએ પણ કિંગ ખાન અને બાકીની સ્ટારકાસ્ટને આ સફળતા માટે અભિનંદન પાઠવ્યા છે. એટલું જ નહીં પરંતુ આ રેકોર્ડબ્રેક કલેક્શન બાદ બાહુબલી 2ના નિર્માતા શોબુ યરલાગડ્ડાનું રિએક્શન પણ સામે આવ્યું છે.

હિન્દીમાં 'પઠાણ'એ 'બાહુબલી 2'નો રેકોર્ડ તોડ્યો છે. જ્યારે 'બાહુબલી 2'નું આજીવન કલેક્શન 510 કરોડ હતું, તો 'પઠાણ'એ હિન્દી ભાષામાં 511.70 કરોડની કમાણી કરીને આ આંકડો પાર કર્યો છે. બાહુબલી 2 ના નિર્માતાએ ટ્વિટર પર શાહરૂખ ખાન, સિદ્ધાર્થ આનંદ, YRF અને પુરી પઠાણની ટીમને ફિલ્મની સફળતા પર અભિનંદન પાઠવ્યા હતા.

Next Story