/connect-gujarat/media/media_files/2024/12/09/DVBSMPDCvngf3ojg4f0J.jpg)
વરુણ ધવન ટૂંક સમયમાં સિલ્વર સ્ક્રીન પર જબરદસ્ત એક્શન કરતો જોવા મળવાનો છે. તે 'બેબી જોન' નામની ફિલ્મ લઈને આવી રહ્યો છે. ફિલ્મની રિલીઝ પહેલા મેકર્સે તેનું ટ્રેલર રિલીઝ કર્યું છે, જેમાં વરુણ જબરદસ્ત એક્શન કરતો જોવા મળી રહ્યો છે. ફિલ્મના ટ્રેલરમાં વરુણ ધવનના અભિનય અને એક્શન સીનને બતાવવામાં આવ્યા છે. અગાઉ, ફિલ્મનું ટીઝર ટાસ્ટર કટના નામે રિલીઝ કર્યું હતું, જે લોકોની વચ્ચે ખુબ લોકપ્રિય થયું હતું.
ત્યારબાદ, 9 ડિસેમ્બર 2024ના રોજ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં વરુણ ધવન ઉપરાંત કિર્તી સુરેશ અને વામિકા ગબ્બી પણ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે. મુખ્ય વિલન બેબી જોન ફિલ્મમાં વરુણ ધવન સાથે ટક્કર લેતા મુખ્ય વિલન તરીકે Jackie Shroff જોવા મળશે. ટ્રેલરમાં Jackie Shroffનો દમદાર અને ઘાતક અવતાર દર્શાવવામાં આવ્યો છે. આ રીતે બંનેનાં પાત્રો વચ્ચે થતી ઝંઝટ દર્શકોને ખૂબ જ રસપ્રદ લાગશે.
વરુણનો એક્શન સીન ટ્રેલરના આરંભમાં જોવા મળે છે જો કે તે એક સાદો માણસ જેવી લાગણી પણ બતાવતો દેખાય છે, પરંતુ અંતે, પોતાની દીકરીને બચાવવાની ધ્યેય માટે તે એક કરાવનાર પાત્ર બની જાય છે.
બેબી જોન ફિલ્મ 25 ડિસેમ્બર 2024ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું દિગ્દર્શન કાલિસ દ્વારા કરવામાં આવ્યું છે, શાહરૂખ ખાનની 'જવાન'ના નિર્દેશક એટલી આ ફિલ્મના નિર્માતા છે.