બડે મિયાં છોટે મિયાં ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ થવાની નજીક, મેદાને પણ કરી આટલાની કમાણી

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટારર 'બડે મિયાં છોટે મિયાં' એ તેના પ્રથમ સપ્તાહના અંતે વૈશ્વિક સ્તરે રૂ. 96 કરોડ 18 લાખનું કલેક્શન કર્યું છે.

New Update
બડે મિયાં છોટે મિયાં ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ થવાની નજીક, મેદાને પણ કરી આટલાની કમાણી

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટારર 'બડે મિયાં છોટે મિયાં' એ તેના પ્રથમ સપ્તાહના અંતે વૈશ્વિક સ્તરે રૂ. 96 કરોડ 18 લાખનું કલેક્શન કર્યું છે. ફિલ્મે ચોથા દિવસે એટલે કે રવિવારે દેશભરમાં 9.05 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે તેણે ભારતીય બોક્સ ઓફિસ પર 4 દિવસમાં 40 કરોડ 80 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. અલી અબ્બાસ ઝફર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 5માં દિવસે 100 કરોડ ક્લબમાં સામેલ થઈ જશે.રવિવારે અજય દેવગનની ફિલ્મ 'મેદાન'એ ભારતીય બોક્સ ઓફિસ પર 6 કરોડ 52 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ સાથે જ આ ફિલ્મનું ફર્સ્ટ વિકેન્ડ ઈન્ડિયન બીઓ કલેક્શન 22 કરોડ 22 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે. દુનિયાભરમાં આ ફિલ્મે 4 દિવસમાં 31 કરોડ 86 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

Latest Stories