બાદશાહે સહદેવ દિર્દો સાથેરિલીઝ કર્યું 'બચપન કા પ્યાર' સોંગ,જુઓ Video

New Update
બાદશાહે સહદેવ દિર્દો સાથેરિલીઝ કર્યું 'બચપન કા પ્યાર' સોંગ,જુઓ Video

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક ગીત ખૂબ સાંભળવા મળી રહ્યું છે. આ ગીત છે 'બચપન કા પ્યાર'. 'બચપન કા પ્યાર' ગીતથી દેશભરમાં લોકપ્રિય બનનાર સહદેવ દીર્દોનું પ્રથમ ઓફિશિયલ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત લોકપ્રિય રેપર બાદશાહે બનાવ્યું છે. ગીતનું શીર્ષક 'બચપન કા પ્યાર' જ રાખવામાં આવ્યું છે.

'બચપન કા પ્યાર' ગીતમાં સહદેવે બાદશાહ સાથે પરફોર્મન્સ આપ્યું છે. આ ગીત રિલીઝ થયાને થોડો સમયમાં યુટ્યુબની ટ્રેન્ડિંગ લિસ્ટમાં આવી ગયું હતું. સહદેવ અને બાદશાહ સાથે આ ગીતમાં આસ્થા ગિલ અને રિકોએ પણ અવાજ આપ્યો છે. આ ગીતના શબ્દો બાદશાહે લખ્યા છે. બાદશાહે તેની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ ગીત રીલીઝ કર્યું છે.

'બચપન કા પ્યાર' ફેમ સહદેવ છત્તીસગઢના સુકમાનો રહેવાસી છે. તેના ગીત પર ઘણી રીલ્સ પણ બનાવવામાં આવી છે. જ્યારે બાદશાહે ઇન્ડસ્ટ્રીને ઘણા હિટ ગીતો આપ્યા છે. તેમાંથી ડીજે વાલે બાબુ, વખરા સ્વેગ, ચુલ, સ્ટારડે, મૂવ યોર લક, હેપ્પી હેપ્પી ખૂબ જ ફેમસ થયા છે.

ઉલ્લેખનીય છે કે, આ ગીતના નવા વર્ઝનને લોન્ચ કરી બાદશાહે લખ્યું હતું કે, આખા દેશમાં BachpanKaPyaar ટ્રેન્ડમાં આવ્યા બાદ બાદશાહ તમારા માટે 10 વર્ષના વંડર બોય સહદેવ, આસ્થા ગિલ અને રિકોના અવાજમાં ગીતનું આખું વર્ઝન રજૂ કરે છે.

આ ગીતનું મૂળ સંગીત મયુર નાડીયા દ્વારા બનાવાયું હતું. જ્યારે નવું વર્ઝન હિતેશ દ્વારા રચાયું છે અને B2gether Pros દ્વારા તેને નિર્દેશિત કરાયું છે.