/connect-gujarat/media/media_files/2025/03/18/3U1DRJeKVez47jF31gn2.jpg)
બેલ્જિયમના અભિનેત્રી અને પ્રથમ ફિલ્મ માટે જ પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીતનારા એમિલી ડેક્વેનનું 43 વર્ષની વયે નિધન થયું. તેણીએ વર્ષ 2023માં પોતે કેન્સરથી પીડિત હોવાનું જાહેર કર્યું હતું. રવિવારે સાંજે પેરિસની એક હોસ્પિટલમાં તેણીનું અવસાન થયું હતું.
એક્ટ્રેસ એમિલી ડેક્વેનને વર્ષ 1999માં આવેલી પોતાની પ્રથમ ફિલ્મ 'રોસેટા' માટે કાન બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. તેણીના એજન્ટ ડેનિયલ ગેને ફ્રાંસની ન્યૂઝ એજન્સી ‘એજન્સ ફ્રાન્સ પ્રેસ‘ને અભિનેત્રીના નિધન વિશે માહિતી આપી હતી.એમિલી ડેક્વેનનો જન્મ 29 ઓગસ્ટ, 1981ના રોજ થયો હતો. તેણે નાની ઉંમરે બેલ્જિયમના બૌડોર સ્થિત એકેડેમી ઓફ મ્યૂઝિક એન્ડ સ્પોકન વર્ડમાં અભ્યાસ શરૂ કર્યો હતો. 12 વર્ષની ઉંમરે, તેણે નાટક શીખવાનું શરૂ કર્યું અને 'લા રેલેવ' થિયેટર ગ્રુપમાં પણ જોડાઈ હતી.