Connect Gujarat
મનોરંજન 

ભરૂચ: ગુજરાતી ફિલ્મ લગન સ્પેશ્યલનો વિશેષ શો યોજાયો, અભિનેતા મલ્હાર ઠાકર રહ્યા ઉપસ્થિત

તાજેતરમાં રિલીઝ થયેલ ગુજરાતી ફિલ્મ લગન સ્પેશ્યલનો વિશેષ શો ભરૂચમાં રાખવામાં આવ્યો હતો. જેમાં ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકર સહિતની સ્ટારકાસ્ટ ઉપસ્થિત રહી હતી

X

તાજેતરમાં રિલીઝ થયેલ ગુજરાતી ફિલ્મ લગન સ્પેશ્યલનો વિશેષ શો ભરૂચમાં રાખવામાં આવ્યો હતો. જેમાં ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકર સહિતની સ્ટારકાસ્ટ ઉપસ્થિત રહી હતી

ભરૂચ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી આર કે સીનેમા દ્વારા હાલમાં જ રિલીઝ થયેલી મલ્હાર ઠાકર અભીનીત લગન સ્પેશિયલ ગુજરાતી ફિલ્મનો ખાસ શો સેવાશ્રમ માર્ગ પર આવેલા આરકે સીનેમા ખાતે પ્રદર્શિત કરાયો હતો.જેના માટે ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકર અને પૂજા જોષી ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.લેખક સૂરજ બરાલિયા અને દિગ્દર્શક રાહુલ ભોલે અને વિનિત કનોજિયાની નિર્મિત લગન સ્પેશિયલ ગુજરાતી ફિલ્મ એટલે ગુજરાતી પરિવારના લગ્નમાં જોવા મળતી ધમાચકડી, કૉમેડી, ટ્રેજેડી અને આ બધાનું મિશ્રણ એટલે મલ્હાર ઠાકર, પૂજા જોશી અને મિત્ર ગઢવી સ્ટારર ગુજરાતી ફિલ્મ`લગન સ્પેશિયલ આ ફિલ્મ હાલમાં જ 9 મી ફેબ્રુઆરીએ રીલીઝ થઈ છે.જે હાલમાં દરેક સીનેમા ઘરોમાં ચાલી રહી છે.ત્યારે ભરૂચ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી આરકે સીનેમા દ્વારા ભરૂચના સ્થાપના દિવસે લગન સ્પેશિયલ ફિલ્મનો ખાસ શો નું આયોજન કરાયું હતું.

Next Story