ભરૂચના કલાકારોની હિન્દી શોર્ટ્ફિલ્મ 'બિના ફાટક કી રેલ્વેલાઈન' યુટ્યુબ પર રીલીઝ, અનેક દિગ્ગજોએ પાઠવ્યા અભિનંદન

ભરૂચના કલાકાર ડૉ. તરુણ બેન્કરના નેજા હેઠળ બનેલ હિન્દી શોર્ટફિલ્મ 'બિના ફાટક કી રેલ્વેલાઈન' હાલમાં જ યુટ્યુબની મનોરંજન૯ (Manoranjan9) ચેનલ ઉપર રીલીઝ કરવામાં આવી

ભરૂચના કલાકારોની હિન્દી શોર્ટ્ફિલ્મ 'બિના ફાટક કી રેલ્વેલાઈન' યુટ્યુબ પર રીલીઝ, અનેક દિગ્ગજોએ પાઠવ્યા અભિનંદન
New Update

ભરૂચના કલાકાર ડૉ. તરુણ બેન્કરના નેજા હેઠળ બનેલ હિન્દી શોર્ટફિલ્મ 'બિના ફાટક કી રેલ્વેલાઈન' હાલમાં જ યુટ્યુબની મનોરંજન૯ (Manoranjan9) ચેનલ ઉપર રીલીઝ કરવામાં આવી છે. મોબાઈલને કારણે ગાંધીનો ચોથો વાંદરો બની ગયેલ કે બની રહેલ યુવાધન અને અનમેનડ રેલ્વે ફાટક અને તેના કારણે ઉદ્દ્ભવતી સમસ્યાઓને પ્રસ્તુત કરતી આ શોર્ટફિલ્મમાં ભરૂચના યુવા કલાકાર આશિષ બારોટ, પ્રશાંત અભિજ્ઞાન, શ્રેષ્ઠાકુમારી અને ડૉ. તરુણ બેન્કરે અભિનય કર્યો છે.

ડૉ. તરુણ બેન્કર લિખિત, દિગ્દર્શીત શોર્ટફિલ્મનું નિર્માણ ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં કરવામાં આવ્યું છે. પૂર્ણતઃ ભરૂચમાં બનેલ આ ફિલ્મ રીલીઝ થતાં જ શોર્ટ્ફિલ્મ ફેસ્ટિવલ અને સર્જન સાથે સંકળાયેલ મરાઠી, બંગાળી અને ઉડીયા ફિલ્મમેકરો તરફથી ફિલ્મની સમગ્ર ટીમને શુભકામનાઓ મળી રહી છે.

ફિલ્મ અંગે વાત કરતા ડૉ. તરુણ બેન્કરે જણાવ્યુ હતુ કે, અમે ફિલ્મ જેવા માધ્યમનો ઉપયોગ જાગૃતિ અને જનચેતના જગાડવા કરતા રહ્યાં છે. કોરોનાને કારણે સ્થગિત થયેલ સર્જનકાર્ય પુનઃ શરૂ કર્યુ છે. આગામી સમયમાં સીરીઝ ઓફ શોર્ટ્ફિલ્મનું આયોજન કર્યુ છે.'બિના ફાટક કી રેલ્વેલાઈન' શોર્ટ્ફિલ્મોની હારમાળાનો પહેલો મણકો છે. દિવાળી પછી તરત બીજી શોર્ટફિલ્મોનું નિર્માણકાર્ય હાથ ધરાશે. જેમાં મહદ્દઅંશે સ્થાનિક કલાકારોને તક આપવામાં આવશે. અભિનય કે ફિલ્મમેકિંગમાં રસ ધરાવાતા કલાકારો માટે આ સુવર્ણ તક બની રહેશે. 

#Bharuch #ConnectGujarat #Celebrities #Actors #congratulated #Hindi short film #Bina Phatak Ki Railwayline'
Here are a few more articles:
Read the Next Article