Connect Gujarat
મનોરંજન 

બોલીવુડ એક્ટર હૃતિકરોશન અને સબા આઝાદ આ વર્ષમાં કરશે લગ્ન !

બોલિવૂડ એક્ટર હૃતિકરોશન આ વર્ષના અંત સુધીમાં ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે લગ્ન કરી શકે છે.

બોલીવુડ એક્ટર હૃતિકરોશન અને સબા આઝાદ આ વર્ષમાં કરશે લગ્ન !
X

બોલિવૂડ એક્ટર હૃતિકરોશન આ વર્ષના અંત સુધીમાં ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે લગ્ન કરી શકે છે. હૃતિક પોતાની પર્સનલ લાઈફમાં ઘણો આગળ વધી ગયો છે અને સબાની સાથે લગ્ન કરવાની ચર્ચા છે.

મળતી માહિતી અનુસાર, લગ્ન પ્લાનિંગ અંગે મિત્રે કહ્યું હતું કે બંને લગ્ન કરવાનું વિચારી રહ્યા છે, પરંતુ કોઈ ઉતાવળ નથી. આ વર્ષના અંત સુધીમાં બંને લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. અત્યારે હૃતિક તથા સબા બંને પ્રોફેશનલી કમિટેડ છે. બંનેએ વિચાર્યું છે કે લગ્ન બાદ બંને સાથે વધુ સમય એકબીજા સાથે રહે. વર્ક કમિટમેન્ટ પૂરા કર્યા બાદ બંને લગ્ન કરશે અને પછી લાંબા વેકેશન પર જશે. હૃતિક પ્રેમિકા સબા કરતાં 16 વર્ષ મોટો છે હૃતિક રોશન તથા સબા આઝાદ બંને લગ્ન અંગે ઘણાં જ એક્સાઈટેડ છે. બંને વારંવાર પાર્ટી તથા ડિનર ડેટ એન્જોય કરતા જોવા મળે છે. ચાહકોને પણ આ બંનેની જોડી ઘણી જ ગમે છે. હૃતિક તથા સબાના કોમન ફ્રેન્ડ્સે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે બંને હાલમાં ઘણા જ ખુશ છે અને લાઈફને એન્જોય કરી રહ્યા છે. બંનેના પરીવારને આ સંબંધ મંજૂર છે. હૃતિકના બંને બાળકોને પિતાના આ સંબંધો સ્વીકાર્ય છે. હૃતિક બંને દીકરાઓ તથા સબા સાથે વેકેશન પર પણ ગયો છે

Next Story