New Update
બોલિવૂડ એક્ટર શાહરુખ ખાને પુત્ર આર્યનની ડાયરેક્ટોરિયલ ડેબ્યૂ સિરીઝની જાહેરાત કરી છે, જે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. તેનું પ્રોડક્શન ગૌરી ખાને કર્યું છે, જેની સ્ટોરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. રેડ ચિલીઝ અને નેટફ્લિક્સે આ સિરીઝ માટે હાથ મિલાવ્યા છે અને લોસ એન્જલસમાં એક કાર્યક્રમમાં તેની જાહેરાત કરી છે. તેના પર કંગના રનૌતનું રિએક્શન પણ સામે આવ્યું છે.આર્યન ખાનના ડાયરેક્શનમાં બનેલી સિરીઝ 'સ્ટારડમ' 2025માં રિલીઝ થશે.
આ સ્ટોરી કિંગ ખાનના પુત્ર દ્વારા જ લખવામાં આવી છે. OTT પ્લેટફોર્મથી લઈને સોશિયલ મીડિયા પર શાહરુખે આ જાણકારી આપી છે. તેણે પોતાની લાગણી વ્યક્ત કરતા લખ્યું કે - આ એક ખાસ દિવસ છે, કારણ કે દર્શકો માટે એક નવી સ્ટોરી રજૂ કરવામાં આવી રહી છે. આજનો દિવસ વધુ ખાસ છે કારણ કે રેડ ચિલીઝ અને આર્યન ખાને નેટફ્લિક્સ પર તેમની નવી સિરીઝ બતાવવા માટે તેમની નવી સફર શરૂ કરી છે.
Latest Stories