બોલિવૂડ એક્ટ્રેસ અને હિમાચલના મંડીથી સાંસદ કંગના રનૌતના ઘરેથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કંગનાના નાની ઈન્દ્રાણી ઠાકુરનું નિધન થયું છે. આ વાતની જાણકારી ખુદ કંગના રનૌતે આપી છે. તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની દાદી સાથેની પોતાની કેટલીક તસવીરો શેર કરી છે.
કંગના રનૌતની દાદીનું 8 નવેમ્બર, શુક્રવારે રાત્રે અવસાન થયું હતું. તેણે શનિવારે તેના ચાહકોને આ માહિતી આપી. તેણે જણાવ્યું કે તેની દાદીને થોડા દિવસો પહેલા બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો.કંગના રનૌતે તેની પહેલી સ્ટોરી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. તસવીરમાં કંગના રનૌત તેની દાદી સાથે ખૂલીને હસતી જોવા મળે છે. કંગના રનૌતે આ તસવીર પર લખ્યું- ગઈકાલે રાત્રે મારી નાની ઈન્દ્રાણી ઠાકુર જીનું અવસાન થયું. સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ છે. કૃપા કરીને તેમના માટે પ્રાર્થના કરો.”