/connect-gujarat/media/post_banners/d7cd9bb7849ce5caebbc7cdf9cb5ca119fc90c8c7002e9a4472a8d39d47dc7c4.webp)
જાણીતી અને માનીતી ફિલ્મ એક્ટ્રેસ શ્રી દેવીની પુત્રી જાહ્નવી કપૂર હાલમાં જ રુમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે તિરુપતિ મંદિરની મુલાકાત લીધી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર આવ્યો છે. આ દરમિયાન જ્હાન્વી કડક સુરક્ષા સાથે મંદિરની અંદર જતી જોવા મળી હતી. આ દરમિયાન જ્હાન્વી પર્પલ અને સિલ્વર કલરની સાડીમાં જોવા મળી હતી.
તેણે તેના વાળ બાંધ્યા હતા. તેણે રિંગ ફિંગરમાં ડાયમંડની વીંટી પહેરી હતી અને મેકઅપ સિમ્પલ રાખ્યો હતો. મંદિરની બહાર આવીને બંનેએ ફરી એક વાર પ્રણામ કરીને મંદિર તરફ જોયું. મંદિરમાંથી બહાર આવ્યા બાદ જ્હાન્વી તેના બોડીગાર્ડ સાથે કાર તરફ જતી જોવા મળી હતી. જ્હાન્વી કપૂર પણ હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ વીડિયોમાં પણ જ્હાન્વી પોતાના હાથ પરની હીરાની વીંટી છુપાવવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. તેણે અત્યાર સુધી પોતાના રિલેશનશિપ સ્ટેટસ વિશે કંઈ કહ્યું નથી.