બોલિવુડની બાર્બી ડોલ કેટરીના કૈફ આજે થઈ ૪૦ વર્ષની... ક્યારેય સ્કૂલે નથી ગઈ, છતાં આજે છે ટોપની એક્ટ્રેસ....

New Update
બોલિવુડની બાર્બી ડોલ કેટરીના કૈફ આજે થઈ ૪૦ વર્ષની... ક્યારેય સ્કૂલે નથી ગઈ, છતાં આજે છે ટોપની એક્ટ્રેસ....

કેટરિના કૈફ આજે બોલિવૂડની ટોપ એક્ટ્રેસીસમાંથી એક છે. પરંતુ શું તમે જાણો છો કે તેણે ક્યારે સ્કૂલનો દરવાજો પણ નથી જોયો. ભારતની 'બાર્બી ગર્લ' કહેવાતી કેટરિના આજે પોતાનો 40મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. ચાલો આ અવસરે જાણીએ તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો, કે કેવી રીતે હોન્ગ કોન્ગમાં જન્મેલી કેટરિના બોલિવૂડની સક્સેસફુલ એક્ટ્રેસીસમાંથી એક બની અને લાખો દિલો પર રાજ કર્યુ.

કેટરિના કૈફનો જન્મ16 જુલાઇ 1993ના રોજ હોન્ગકોન્ગમાં થયો હતો. તે મૂળ રૂપે લંડનની રહેવાસી છે. તેના પિતા મોહમ્મદ કૈફ કાશ્મીરી છે, જ્યારે તેની મા સુઝૈન ટારકોટ બ્રિટિશ મૂળની છે. કેટરિના જ્યારે નાની હતી, ત્યારે જ તેના માતા-પિતાના છૂટાછેડા થઇ ગયા હતા. તેની માએ તેનો અને તેના ભાઇ-બહેનોનો ઉછેર કર્યો. તેની 6 બહેનો છે અને એક ભાઇ છે. કેટરિનાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેને હંમેશા પિતાની ખોટ અનુભવી છે અને તેનું તેને આજે પણ દુખ છે.

રસપ્રદ વાત એ પણ છે કે, કેટરિના ક્યારેય સ્કૂલ પણ નથી ગઇ. ખરેખર તેની મા એક સોશિયલ એક્ટિવિસ્ટ છે. જેના કારણે તેને સતત અલગ-અલગ દેશોની યાત્રા કરવી પડતી હતી. આ રીતે કેટરિના કુલ 18 દેશોમાં રહી. આ કારણે તે ક્યારેય સ્કૂલ નથી જઇ શકી. જો કે, તેનો અભ્યાસ હોમ ટ્યૂટર દ્વારા થયો છે. જેના કારણે તે ઘરે જ અભ્યાસ કરતી હતી. તેણે 14 વર્ષની ઉંમરમાં એક બ્યૂટી કોમ્પિટિશન જીતી હતી. 

જે બાદ તેણે મોડેલિંગમાં કામ કરવાનું શરૂ કર્યુ. આ રીતે તે મોડેલિંગની દુનિયામાં આવી ગઇ. કેટલાંક વર્ષો બાદ કેટરિના ભારત આવી અને અહીં એક ફેશન શો દરમિયાન એક ડાયરેક્ટરની નજર તેના પર પડી. તેણે કેટરિનાને ફિલ્મ ઓફર કરી અને આ રીતે જેની બોલિવૂડ જર્નીની શરૂઆત થઇ.

Latest Stories
Read the Next Article

દીપિકાએ પિતા પ્રકાશ પદુકોણના જન્મદિને બેડમિન્ટન સ્કૂલ અર્પણ કરી

દીપિકાએ પિતા પ્રકાશ પદુકોણને તેમના 70મા જન્મદિને એક બેડમિન્ટન સ્કૂલ ડેડિકેટ કરી છે. દીપિકાએ સોશિયલ મીડિયા પર જાતે આ ખુશીની ક્ષણ શેર કરી હતી.

New Update
f

દીપિકાએ પિતા પ્રકાશ પદુકોણને તેમના 70મા જન્મદિને એક બેડમિન્ટન સ્કૂલ ડેડિકેટ કરી છે. દીપિકાએ સોશિયલ મીડિયા પર જાતે આ ખુશીની ક્ષણ શેર કરી હતી.

દીપિકાના પિતા  પ્રકાશ પદુકોણ બેડમિન્ટન લિજન્ડ ગણાય છે. વાસ્તવમાં દીપિકાની પહેલી ઓળખ જ પ્રકાશ પદુકોણની પુત્રી તરીકેની છે. દીપિકાએ પિતા સાથે મળીને આ સ્કૂલ લોન્ચ કરી છે. પ્રકાશ પદુકોણ જ અહીં  બેડમિન્ટનની તાલીમ આપવાના છે. 

દીપિકાએ આ ક્ષણે ગર્વ સાથે જણાવ્યું હતું કે જે લોકો  બેડમિન્ટન રમીને મોટા થયા છે તેમને જ ખબર છે કે આ રમત કેટલી ખાસ છે. મારો પોતાનો પણ  અંગત અનુભવ  છે કે આ રમતે મારી જિંદગીનું ખાસ રીતે ઘડતર કર્યું છે. 

મારા પિતા આ વયે પણ પોતાનો મોટાભાગનો સમય બેડમિન્ટનમાં જ પસાર કરે છે. અમે ઈચ્છીએ છીએ આ રમત થકી કેળવાતી શિસ્ત અને ફિટનેસનો લાભ અન્ય લોકોને પણ મળે. 

દીપિકા અત્યારે કારકિર્દીમાં જુદાં કારણોસર ચર્ચામાં છે. તેણે હાલમાં જ સંદિપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'સ્પિરિટ' કામના કલાકો બાબતે છોડી દીધી છે. મર્યાદિત સમય માટે જ કામ કરવાની દીપિકાની પહેલને ઈન્ડસ્ટ્રીના અનેક લોકોએ ટેકો આપ્યો છે. 

 

Latest Stories