હિંદ મહાસાગરમાં ચીનની બોટ પલટી, 39 લોકો ગુમ, સર્ચ ઓપરેશન શરૂ

મંગળવારે હિંદ મહાસાગરના મધ્ય ભાગમાં ચીનની એક બોટ પલટી જતાં 39 લોકો ગુમ થઈ ગયા હતા.

હિંદ મહાસાગરમાં ચીનની બોટ પલટી, 39 લોકો ગુમ, સર્ચ ઓપરેશન શરૂ
New Update

મંગળવારે હિંદ મહાસાગરના મધ્ય ભાગમાં ચીનની એક બોટ પલટી જતાં 39 લોકો ગુમ થઈ ગયા હતા. આ બોટમાં 17 ચીની ક્રૂ મેમ્બર ઉપરાંત 17 ઇન્ડોનેશિયન અને પાંચ ફિલિપિનો પણ હતા. હાલમાં ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે, હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

આ ઘટના બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે ચીનના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય, ચીનના પરિવહન મંત્રાલય અને શેનડોંગ પ્રાંતને તાત્કાલિક પરિસ્થિતિની ચકાસણી કરવાનો આદેશ આપ્યો છે. જિનપિંગે આંતરરાષ્ટ્રીય દરિયાઈ શોધ અને બચાવ ટીમોની પણ મદદ લીધી છે.

#Connect Gujarat #BeyondJustNews #China #Search operation #capsizes #Indian Ocean #Chinese boat #39 people missing
Here are a few more articles:
Read the Next Article