ભારતી સિંહે સળગાવી નાંખી કરોડોની Labubu Doll, જાણો કારણ

ભારતી સિંહે પોતાનો એક નવો વીડિયો શેર કર્યો છે જેમાં તે લોકપ્રિય Labubu Dollને સળગાવતી જોઈ શકાય છે. કહ્યું કે , Labubu Dollના આગમનથી તેના પુત્ર ગોલાનું વર્તન બદલાઈ ગયું હતુ.

New Update
bhartisingh

ભારતી સિંહે પોતાનો એક નવો વીડિયો શેર કર્યો છે જેમાં તે લોકપ્રિય Labubu Dollને સળગાવતી જોઈ શકાય છે. કોમેડિયનએ કહ્યું કે , Labubu Dollના આગમનથી તેના પુત્ર ગોલાનું વર્તન બદલાઈ ગયું હતુ.

લબુબુ ડોલ હવે દુનિયાભરના સેલિબ્રિટીની પસંદ બની ચુકી છે. વિદેશી કલાકારોથી લઈ અનન્યા પાંડે, ઉર્વશી રૌતેલા જેવી અભિનેત્રીઓ પણ છેલ્લા કેટલાક સમયથી લબુબુ ડોલને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. કેટલાક એવા સ્ટાર છે.

જેમણે આ ટ્રેડિંગ લબુબુ ડોલ તેમના બેગમાં રાખી હતી. કોમેડિયન ભારતી સિંહે લબુબુ ડોલ ખરીદી હતી. પરંતુ તેમણે આ ડોલને સળગાવીને ખાખ કરી દીધી હતી. ભારતી સિંહે પોતાની લબુબુ ડોલને સળગાવી દીધી છે. તેમણે હાલમાં એખ બ્લોગમાં આ વિશે જણાવ્યું હતુ.

હાલમાં ભારતી સિંહે પોતાનો એક લેટેસ્ટ બ્લોગ શેર કર્યો છે. જેમાં તે પોતાના દીકરાની ફેવરિટ લબુબુ ડોલ સળગાવતી જોવા મળી રહી છે. ભારતી સિંહે કહ્યું જ્યારથી આ ડોલ ઘરમાં આવી છે. તેના દીકરાનો સ્વભાવ બદલી ગયો છે. તે કહે છે કે, તેનો દીકરો શૈતાની હરકત કરવા લાગ્યો છે.

ત્યારબાદ તેમણે લબુબુ ડોગને સળગાવી દીધી હતી. જેમાં તેના દીકરાની નૈનીએ પણ તેનો સાથે આપ્યો હતો. પરંતુ આ દરમિયાન ભારતી સિંહ અને ગોલાની નૈનીએ બંન્ને ખુબ ડરતી જોવા મળી હતી. બીજી બાજુ ભારતી સિંહના પતિ હર્ષ લિંબાચિયાએ તેમને આવું ન કરવા પણ કહ્યું હતુ.

આ વીડિયોમાં, ભારતી એ પણ સમજાવતી જોવા મળે છે કે તેણે આવું કેમ કર્યું. તે કહે છે કે, જ્યારથી તેને તેના દીકરાને લબુબુ ઢીંગલી મળી છે, ત્યારથી તે ખૂબ જ તોફાની બની ગયો છે, જેના કારણે તે આ ઢીંગલીને બાળી રહી છે.

ભારતી માને છે કે આ ઢીંગલી જ તેના દીકરાના મનમાં તોફાન નાખે છે. આ સાથે, તે એમ પણ કહે છે કે લબુબુ ઢીંગલી દુષ્ટ છે અને તેને બાળી નાખ્યા પછી, તેના દીકરાની તોફાનનો અંત આવશે.

ભારતીનો જન્મ 3 જુલાઈ 1984ના રોજ અમૃતસર પંજાબમાં એક પંજાબી પરિવારમાં થયો હતો. ભારતી સિંહના માતા-પિતા પંજાબના છે,3 ડિસેમ્બર 2017ના રોજ ભારતીએ હર્ષ લિમ્બાચીયા સાથે લગ્ન કર્યા હતા.

CG Entertainment | Comedian | bhartisingh

Latest Stories