‘સાથિયા’ની લોકચાહના : દર્શન રાવલનું આવનારું ગીત રિલીઝ પહેલાં જ હિટ, લાઇવ પરફોર્મન્સે ચાહકોના દિલ જીત્યાં...

તાજેતરમાં પરફોર્મન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાં દર્શન રાવલે લખ્યું કે, “સાથિયા” ગીતએ ઓફિશિયલ રિલીઝ પહેલાં જ સ્ટેજ પરથી પોતાની સફર શરૂ કરી દીધી

New Update
Sathiya Song

આગામી તા. 25 ફેબ્રુઆરીએ રિલીઝ થનાર દર્શન રાવલનું ગીત સાથિયા’ ઓફિશિયલ રિલીઝ પહેલાં જ ચાહકોના દિલને સ્પર્શી ગયું છે. તાજેતરમાં ગાયક દર્શન રાવલએ આ ગીતને સ્ટેજ પર લાઇવ પરફોર્મ કર્યુંજેથી પહેલાં જ દર્શકોને તેની ખાસ ઝલક મળી ગઈ છે. 

તાજેતરમાં પરફોર્મન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાં દર્શન રાવલે લખ્યું કે, “સાથિયા” ગીતએ ઓફિશિયલ રિલીઝ પહેલાં જ સ્ટેજ પરથી પોતાની સફર શરૂ કરી દીધી છે. આ પછી ચાહકોએ કમેન્ટ સેકશનમાં દિલ ખોલીને પ્રેમ વરસાવ્યો. એક યુઝરે લખ્યું કે, “ગઈ કાલે રાત કોઈ સપના કરતાં ઓછી નહોતી,” જ્યારે બીજા એકે કહ્યું, “આખરે રાહ પૂરી થઈ ગઈ.” અનેક ચાહકોએ તેને ખૂબ સુંદર ગીત” ગણાવ્યું છે.

જેના પરથી સ્પષ્ટ થાય છે કેરિલીઝને લઈને ઉત્સાહ શિખરે છે. પોતાના ચાર્ટબસ્ટર રોમેન્ટિક ગીતો માટે જાણીતા દર્શન રાવલ દરેક નવા ટ્રેક સાથે ચાહકોના દિલ જીતતા આવ્યા છેઅને સાથિયા’ પણ તેમની લવ બેલેડ્સની યાદીમાં એક યાદગાર ઉમેરો સાબિત થશે તેમ જણાવ્યુ હતું.

Latest Stories