દેવરા પાર્ટ વન નેટફ્લિક્સ પર થશે સ્ટ્રીમ, સત્તાવાર જાહેરાત બાકી

જુનિયર એનટીઆર અને સૈફ અલી ખાનની એક્શન-થ્રિલર 'દેવરાઃ પાર્ટ 1' ગયા મહિને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

devra
New Update

જુનિયર એનટીઆર અને સૈફ અલી ખાનની એક્શન-થ્રિલર 'દેવરાઃ પાર્ટ 1' ગયા મહિને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. દર્શકોને ફિલ્મનું VFX અદ્ભુત લાગ્યું, પરંતુ વાર્તા વધુ પસંદ આવી ન હતી. ત્યારે હવે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર દસ્તક આપી શકે છે.

મીડિયા રિપોર્ટ મુજબ અનુસાર, સૈફ અલી ખાન અને જુનિયર એનટીઆરની 'દેવરાઃ પાર્ટ 1' 8 નવેમ્બર, 2024ના રોજ નેટ ફ્લિક્સ પર ટકરાશે. નેટ ફ્લિક્સ આ ફિલ્મનું ઓફિશિયલ સ્ટ્રીમિંગ પાર્ટનર છે, જો કે, ફિલ્મની OTT રીલીઝ અંગેની સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સે OTT પર 'દેવરાઃ પાર્ટ 1' રિલીઝ કરવાની તૈયારી કરી લીધી છે.આ ફિલ્મનું દિગ્દર્શન કોરાટાલા શિવા દ્વારા કરવામાં આવ્યું છે અને તેણે વાર્તા પણ લખી છે. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર અને સૈફ અલી ખાન સિવાય જ્હાન્વી કપૂર પણ જોવા મળી હતી. જ્યારે, પ્રકાશ રાજ મેકા શ્રીકાંત અને શ્રીકાંત પણ ફિલ્મનો એક ભાગ હતા.

#Netflix #Stream #Deora
Here are a few more articles:
Read the Next Article