/connect-gujarat/media/post_banners/9a7e430e5f1297e1a2a02ab26438c898a82d4fd5068a96f234edf44b7a2d0590.webp)
સની દેઓલ તેમના પિતા અને એક્ટર ધર્મેન્દ્રને મેડિકલ ટ્રીટમેન્ટ માટે US લઈને ગયા છે. એક રિપોર્ટ અનુસાર સની દેઓલ પિતાની સાથે USમાં લગભગ 15-20 દિવસ સુધી રોકાશે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે કોઈ ગભરાવવાની વાત નથી અને ધર્મેન્દ્રને એજ-રિલેટેડ પ્રોબ્લેમ્સના કારણે ટ્રીટમેન્ટ માટે US લઈ જવામાં આવ્યા છે. ધર્મેન્દ્રની ઉંમર 87 વર્ષની છે. રિપોર્ટ અનુસાર જ્યાં સુધી USમાં ધર્મેન્દ્રની ટ્રીટમેન્ટ ચાલશે ત્યાં સુધી સની દેઓલ ત્યાં તેમની સાથે રહેશે. ધર્મેન્દ્ર થોડા દિવસો પહેલા રિલીઝ થયેલી ફિલ્મ રોકી અને રાનીની પ્રેમ કહાનીમાં શબાના આઝમીની સાથે જોવા મળ્યા હતા. તે ઉપરાંત ધર્મેન્દ્રની પાસે પાઈપલાઈનમાં બીજા પણ પ્રોજેક્ટ્સ છે. ધરમેન્દ્રએ 1960માં ફિલ્મ 'દિલ ભી તેરા, હમ ભી તેરે'થી કરિયરની શરૂઆત કરી હતી. તે અત્યાર સુધી લગભગ 300 ફિલ્મમાં કામ કરી ચુક્યા છે.