/connect-gujarat/media/media_files/2024/11/20/RBfT1JTwYVKAElKgJ1QZ.jpg)
આયુષ્માન ખુરાના અમેરિકા પ્રવાસ દરમિયાન માત્ર તેના ગીતોથી જ નહીં પરંતુ તેની નમ્રતાથી પણ દિલ જીતી રહ્યો છે. તેના બેન્ડ 'આયુષ્માન ભવ' સાથે શિકાગો, ન્યુયોર્ક અને સેન જોસ જેવા શહેરોમાં પરફોર્મ કરી રહેલા એકટર-સિંગરને કોન્સર્ટ દરમિયાન ચાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ન્યૂયોર્ક કોન્સર્ટમાં એવી ઘટના બની જેની ચારેકોર ચર્ચા છે.એક્ટર જ્યારે ન્યૂયોર્કમાં પરફોર્મ કરી રહ્યો હતો, ત્યારે તેના એક ચાહકે દેશી અંદાજમાં તેના પર ડૉલર ફેંક્યા. જે રીતે ગામડાઓ અને શહેરોમાં કોઈ કાર્યક્રમ દરમિયાન કલાકાર પર નોટો ફેંકવામાં આવે છે, તેવી જ રીતે આયુષ્માન ખુરાના પર ડોલર ફેંકવામાં આવ્યા હતા. ઘટના બાદ તેનું રિએકશન જોવા જેવું હતું. આયુષ્માન ખુરાનાએ તે જ ક્ષણે કોન્સર્ટ રોકાવ્યો અને તે પૈસા કોઈ ચેરિટીમાં દાન કરવા કહ્યું. આયુષ્માનની આ ક્લિપ વાઈરલ થઈ છે, જેના કારણે સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે.