ફિલ્મ મેકર કુલજીત પાલનું 90 વર્ષની વયે હાર્ટ એકેટથી નિધન, ફિલ્મ જગતમાં છવાયો ઉદાસીનો માહોલ

કુલજીત ઘણા સમયથી બીમાર હતા. આ દરમિયાન 24 જૂને તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે.

New Update
ફિલ્મ મેકર કુલજીત પાલનું 90 વર્ષની વયે હાર્ટ એકેટથી નિધન, ફિલ્મ જગતમાં છવાયો ઉદાસીનો માહોલ

જાણીતા ફિલ્મ મેકર કુલજીત પાલે દુનિયાને અલવિદા કહી દીધુ છે. તેમના અંતિમ સંસ્કાર આજે બપોરે 12:00 વાગ્યે મુંબઈના સાંતાક્રુઝ સ્મશાન ગૃહમાં કરવામાં આવશે. તેમના આત્માની શાંતિ માટે 29 જૂને સાંજે 5 થી 6 દરમિયાન પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવશે. કુલજીત ઘણા સમયથી બીમાર હતા. આ દરમિયાન 24 જૂને તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. કુલજીતના મેનેજર સંજય બાજપાઈએ જણાવ્યું કે, કુલજીતજીને હાર્ટ એટેક આવ્યો હતો. આ ઉપરાંત તેઓ છેલ્લા કેટલાક સમયથી સ્વસ્થ પણ ન હતા. કુલજીત પાલ જ એ નિર્માતા હતા જેમણે અભિનેત્રી રેખાને ફિલ્મોમાં બ્રેક આપ્યો હતો. જોકે તે પ્રોજેક્ટ આગળ વધી શક્યો ન હતો અને ફિલ્મ સ્થગિત કરવામાં આવી હતી. તેમની પુત્રીનું નામ અનુ પાલ છે. તે પણ ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવી ચૂકી છે. અનુ ફિલ્મ 'આજ'માં નજર આવી હતી. કુલજીત પાલે પોતાની કારકિર્દીમાં અર્થ, આજ, પરમાત્મા, વાસના, દો શિકારી અને આશિયાના જેવી ફિલ્મો બનાવી છે. થોડા અઠવાડિયા પહેલા જ તેમણે કમ્પ્લીટ સિનેમામાં એક પબ્લિક નોટિસ જારી કરીને એલાન કર્યું હતું કે, તેમણે અર્થના રિમેક રાઈટ્સ એગ્રીમેન્ટને ખતમ કરી દીધો છે.

Latest Stories