શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ 'સ્ત્રી 2' રિલીઝ થયાને 39 દિવસ થઈ ગયા છે. આમ છતાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ શાનદાર પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મે એક પછી એક ઘણી મોટી ભારતીય ફિલ્મોના કમાણીના રેકોર્ડ તોડી નાખ્યા છે. શ્રદ્ધા કપૂરની આ ફિલ્મ દર્શકોને પસંદ આવી રહી છે.
હવે આ ફિલ્મે આજે વધુ એક કમાણીનો રેકોર્ડ બનાવ્યો છે. 'સ્ત્રી 2' ભારતીય સિનેમાના ઇતિહાસમાં આવું કરનાર પ્રથમ ફિલ્મ બની છે. ચાલો જાણીએ આજે 'સ્ત્રી 2'એ કયો રેકોર્ડ બનાવ્યો છે.
ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 600 કરોડની કમાણી કરીને શ્રદ્ધા કપૂરની આ ફિલ્મ આ ક્લબમાં સામેલ થનારી પ્રથમ હિન્દી ફિલ્મ બની ગઈ છે. અથવા આપણે કહી શકીએ કે 'સ્ત્રી 2' એ 600 કરોડ રૂપિયાની નવી ક્લબ શરૂ કરી છે.
કમાણી સાથે જોડાયેલા સત્તાવાર ડેટા અનુસાર, ફિલ્મે 38માં દિવસ સુધી 598.90 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. હવે જો આપણે સૈકનિલ્કના 39મા દિવસના ડેટા પર નજર કરીએ તો આજે સાંજે 6.50 વાગ્યા સુધી ફિલ્મે 3.73 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ રીતે ફિલ્મની કુલ કમાણી 602.63 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.