Connect Gujarat
મનોરંજન 

મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરીંગ, બે બાઈક સવારોએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું

મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરીંગ, બે બાઈક સવારોએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું
X

રવિવારે સવારે 5 વાગ્યે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બાંદ્રામાં સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની સામે બે બાઇક સવારોએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ બાદ ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસ માટે પહોંચી ગઈ છે.ફાયરિંગ થયું ત્યારે સલમાન તેમના ઘરે જ હતો.

ખાનને લોરેન્સ બિશ્નોઈ-ગોલ્ડી ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.લોરેન્સ બિશ્નોઈ તરફથી ધમકી મળ્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. તેમને મહારાષ્ટ્ર સરકાર તરફથી Y+ કેટેગરીની સુરક્ષા મળી છે. જૂન 2022માં સલમાન અને તેના પિતા સલીમ ખાનને એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે સિદ્ધુ મૂઝવાલાની જેમ સલમાન સાથે પણ આવું જ થશે.

Next Story