બોક્સ ઓફિસ પર ગદર 2 એ મચાવી ધમાલ, પહેલા જ દિવસે 40 કરોડની કમાણી કરી તોડી નાખ્યો OMG 2નો રેકોર્ડ….

સની દેઓલની 'ગદર-2' અને અક્ષય કુમારની 'OMG-2' ગઈકાલે રિલીઝ થઇ ચુકી છે. બંને ફિલ્મોને લઈને દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ છે.

New Update
બોક્સ ઓફિસ પર ગદર 2 એ મચાવી ધમાલ, પહેલા જ દિવસે 40 કરોડની કમાણી કરી તોડી નાખ્યો OMG 2નો રેકોર્ડ….

સની દેઓલની 'ગદર-2' અને અક્ષય કુમારની 'OMG-2' ગઈકાલે રિલીઝ થઇ ચુકી છે. બંને ફિલ્મોને લઈને દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ છે. ફેન્સમાં એ હદે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે તેઓ હેન્ડપમ્પ સાથે થિયેટરોમાં પહોંચી રહ્યા છે. દેખીતી રીતે સની દેઓલ ગદરના પહેલા પાર્ટમાં હેન્ડપંપને ઉખાડી નાખે છે તે ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક પ્રતિકાત્મક દ્રશ્ય બની ગયું હતું. એકબાજુ ફેન્સ 'ગદર-2'ને ખૂબ પસંદ કરી રહ્યા છે, ત્યારે વિવેચકો પણ 'OMG-2'ની પ્રશંસા કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ 'ગદર 2' ઘણા થિયેટરોમાં હાઉસફુલ ચાલી રહી છે. અક્ષય કુમારની ફિલ્મને રિવ્યુના સંદર્ભમાં દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે ત્યારે સની દેઓલની ફિલ્મને બોક્સ ઓફિસ કલેક્શનના સંદર્ભમાં લોકો તરફથી પ્રશંસા મળી રહી છે. 22 વર્ષ પછી જ્યારે સની દેઓલ ફરી એકવાર મોટા પડદા પર તારા સિંહની ભૂમિકામાં દેખાયો અને 'હિન્દુસ્તાન ઝિંદાબાદ' ના નારા લગાવ્યા, ત્યારે પ્રેક્ષકોએ પણ તેને ઘણો સપોર્ટ કર્યો. આ બંને ફિલ્મોએ પ્રથમ દિવસે કેટલી કમાણી કરી છે તેના આંકડા સામે આવ્યા છે, જે ઘણા લોકોને આશ્ચર્યચકિત કરશે. એક અહેવાલ ગદર 2 એ પહેલા દિવસે 40 કરોડની બમ્પર ઓપનિંગ કરી છે તો તેની સામે OMG 2 એ માત્ર 9.50 કરોડની કમાણી કરી છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે બોક્સ ઓફિસ પર પહેલા દિવસે ગદર 2 એ OMG 2ને માત આપી દીધી છે. આ કલેક્શન સાથે ગદર 2 વર્ષ 2023ની બીજી સૌથી મોટી ઓપનિંગ બોલિવૂડ ફિલ્મ બની ગઈ છે. પઠાણ 57 કરોડ સાથે નંબર વન પર છે.

Latest Stories