/connect-gujarat/media/post_banners/a8d02fa1095f78f035bdb8220cdc5f2579f4741563101f8493274fcea0a0c6bb.webp)
બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરનાર સની દેઓલની ગદર 2 આ વર્ષની બ્લોક માસ્ટર ફિલ્મ બની ગઈ છે. ત્યારે શનિવારે મૂંબઈમાં ગદર 2 ની સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં અનેક મોટા કલાકારોએ હાજરી આપી હતી. લાંબા સમય બાદ ત્રણેય ખાન એક સાથે જોવા મળ્યા હતા. શાહરુખ, સલમાન અને આમિર ખાનને એક આઠે જોતાં ફેંસ પણ ખુશખુશાલ થઈ ગયા હતા.
ક્યારેય એક બીજા સાથે વાત ના કરનારા શાહરુખ અને સની એકબીજાને ગળી મળી બહાર આવ્યા હતા. આ આખી પાર્ટીનો લાઈમલાઇટ સીન હતો. આ ઉપરાંત અજય દેવગન, સંજય દત, અનિલ કપૂર, કાજોલ સાથે પાર્ટીમાં હાજરી આપી હતી. પાર્ટીમાં અનન્યા પાંડે, શિલ્પા શેટ્ટી, કાર્તિક આર્યન પણ હજાર રહ્યા હતા. પિતા ધર્મેન્દ્ર પણ પુત્રની સક્સેસ પાર્ટીમાં સામેલ થયા હતા, બોલિવુડના ક્યૂટ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પણ પહોચ્યા હતા, ત્યારે કિયારા બ્લેક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.