વિશ્વની સૌથી સુંદર મહિલા અભિનેત્રી જીના લોલોબ્રિગિડાનું થયું નિધન

New Update
વિશ્વની સૌથી સુંદર મહિલા અભિનેત્રી જીના લોલોબ્રિગિડાનું થયું નિધન

વિશ્વની સૌથી સુંદર મહિલા કહેવાતી પ્રખ્યાત ઇટાલિયન અભિનેત્રી જીના લોલોબ્રિગિડાનું નિધન થયું છે. તેની ઉંમર 95 વર્ષની હતી. જીના લોલોબ્રિગીડાએ 50 અને 60ના દાયકામાં યુરોપિયન સિનેમામાં ધમાલ મચાવી દીધી હતી. જીના લોલોબ્રિગીડાનું પણ ભારતીય સાથે જોડાણ હતું. તેને 20મી સદીની મોના લિસા કહેવામાં આવતી હતી. જોકે જીના લોલોબ્રિગીડાના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કહેવામાં આવી રહ્યું છે કે જીના લોલોબ્રિગિડાની જાંઘનું હાડકું 2021માં તૂટી ગયું હતું, જેની સપ્ટેમ્બરમાં સર્જરી કરવામાં આવી હતી. જો કે તે બાદ તે સ્વસ્થ થઈ ગઈ હતી અને ચાલવા પણ લાગી હતી.તેણીએ બીજા વિશ્વયુદ્ધ પછી ઇટાલીમાં ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું ત્યારે તે ચર્ચામાં આવી હતી.

હોલીવુડ સિનેમાના સુવર્ણ યુગનો ભાગ બનનાર છેલ્લી પાંચ આંતરરાષ્ટ્રીય કલાકારોમાંની એક જીના લોલોબ્રિગીડા હતી. તે 50 અને 60 ના દાયકામાં યુરોપિયન સિનેમાની સૌથી મોટી સ્ટાર્સમાંની એક હતી. જીના લોલોબ્રિગીડાને ફિલ્મ જગત સાથે દૂરથી પણ કોઈ કનેક્શન નહોતું, તેમ છતાં તે વિશ્વભરમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી. જીના લોલોબ્રિગીડાના માતા-પિતાનો ફર્નિચરનો વ્યવસાય હતો. પરંતુ કૌટુંબિક વ્યવસાયમાં જોડાવાને બદલે જીના લોલોબ્રિગીડાએ શોબિઝની દુનિયામાં આવવાનું નક્કી કર્યું.

Latest Stories