સમગ્ર દેશમાં ગરમીનો કહેર, જેસલમેરમાં BSFના જવાનનું લૂ લાગવાથી મોત

સમગ્ર દેશમાં ગરમીનો કહેર, જેસલમેરમાં BSFના જવાનનું લૂ લાગવાથી મોત
New Update

છેલ્લા 2 દિવસમાં સૌથી વધુ તાપમાન રાજસ્થાનના ફલોદીમાં નોંધાયું હતું. નવતપાના પ્રથમ દિવસે તાપમાન 50º હતું, જ્યારે બીજા દિવસે તે 51º હતું. જમ્મુમાં પણ તાપમાન 42° અને હિમાચલના ઉનામાં 44.4 ° પર પહોંચી ગયું હતું.

સોમવારે જેસલમેરમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર તૈનાત એક BSF જવાનનું લૂ લાગવાથી મોત થયું હતું. અજમેરના કેકરીમાં એક 80 વર્ષના વૃદ્ધનું પણ મોત થયું હતું. રાજસ્થાનમાં ગરમીના કારણે 4 દિવસમાં મૃત્યુઆંક 27 પર પહોંચી ગયો છે. બિહારમાં પણ નાગાલેન્ડના એક સૈનિકનું હીટ સ્ટ્રોકથી મોત થયું છે.

રવિવારે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં 37 સ્થળોએ 45 ડિગ્રી કે તેથી વધુ તાપમાન નોંધાયું હતું. એક દિવસ પહેલાં એટલે કે શનિવારે દેશમાં માત્ર 17 જગ્યાએ તાપમાન 45 ડિગ્રી કે તેથી વધુ હતું.

હવામાન વિભાગે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશમાં આગામી બે દિવસ સુધી તીવ્ર હીટવેવનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં હીટવેવનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

#India #ConnectGujarat #country #Jaisalmer #BSF Jawan
Here are a few more articles:
Read the Next Article