હોલિવૂડ અભિનેત્રી ડેમ મેગી સ્મિથનું નિધન,હેરી પોટર ફિલ્મમાં કર્યું હતું કામ

'હેરી પોટર' અને 'ડાઉનટન એબી' ફિલ્મોમાં કામ કરનાર હોલિવૂડ અભિનેત્રી ડેમ મેગી સ્મિથનું લંડનમાં નિધન થયું છે.89 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું

New Update
Dame Maggie Smith

'હેરી પોટર' અને 'ડાઉનટન એબી' ફિલ્મોમાં કામ કરનાર હોલિવૂડ અભિનેત્રી ડેમ મેગી સ્મિથનું લંડનમાં નિધન થયું છે. તેમણે 89 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. હેરી પોટર સિરીઝની ફિલ્મોમાં પ્રોફેસર મેકગોનાગલના પાત્રથી ડેમ મેગી સ્મિથને સૌથી વધુ લોકપ્રિયતા મળી હતી.

સોશિયલ મીડિયા પર આ માહિતી આપતાં તેમના પુત્રો ટોબી સ્ટીફન્સ અને ક્રિસ લાર્કિને લખ્યું - 'ખૂબ જ દુઃખ સાથે અમે જાણવી રહ્યા છીએ કે મેગી સ્મિથનું નિધન થઈ ગયું છે. 27 સપ્ટેમ્બરે સવારે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તે થોડા સમયથી બીમાર હતી. તેમની અંતિમ ક્ષણોમાં પરિવારના સભ્યો તેમની સાથે હાજર હતા