ઈન્ટરનેટ મૂવી ડેટાબેઝ-IMDbએ સૌથી લોકપ્રિય સેલબ્સનું લિસ્ટ કર્યું જાહેર

દર વર્ષે ઈન્ટરનેટ મૂવી ડેટાબેઝ (IMDb) તે સેલેબ્સની યાદી લાવે છે જે વર્ષના સૌથી લોકપ્રિય સેલેબ્સમાં હતા. કોઈ ને કોઈ કારણસર હેડલાઈન્સ બનાવી. સાથે જ કંઈક મોટું હાંસલ

New Update
Screenshot_2024-12-06-08-15-24-73_40deb401b9ffe8e1df2f1cc5ba480b12

દર વર્ષે ઈન્ટરનેટ મૂવી ડેટાબેઝ (IMDb) તે સેલેબ્સની યાદી લાવે છે જે વર્ષના સૌથી લોકપ્રિય સેલેબ્સમાં હતા. કોઈ ને કોઈ કારણસર હેડલાઈન્સ બનાવી. સાથે જ કંઈક મોટું હાંસલ કર્યુ હોય.. વર્ષ 2023માં જ્યારે આ લિસ્ટ આવ્યું ત્યારે શાહરૂખ ખાન તેમાં ટોપ પર હતો. પરંતુ આ વખતે તે ચોથા સ્થાને પહોંચી ગયો છે.વર્ષ 2023માં શાહરૂખે એક પછી એક 3 બ્લોકબસ્ટર ફિલ્મો આપી.

Advertisment

આ વર્ષે 2024ની યાદીમાં તૃપ્તિ ડિમરી ટોપ પર છે. તે 'એનિમલ', 'ભૂલ ભુલૈયા 3' અને 'બેડ ન્યૂઝ' જેવી શાનદાર ફિલ્મોનો ભાગ રહી ચુકી છે. દીપિકા પાદુકોણને બીજો નંબર મળ્યો છે. તે હૃતિક રોશન અભિનીત ફિલ્મ 'ફાઇટર'નો ભાગ હતી. પ્લસ દીપિકા આ વર્ષે દિકરીને જન્મ આપીને સમાચારોમાં રહી.. જ્યારે ઈશાન ખટ્ટરે ત્રીજું સ્થાન મેળવ્યું છે. જે નેટફ્લિક્સ શો 'ધ પરફેક્ટ કપલ'માં જોવા મળી હતી.શાહરૂખ ખાન, શોભિતા ધુલીપાલા અને શર્વરી વાઘને ચોથું, પાંચમું અને છઠ્ઠું સ્થાન મળ્યું છે. શર્વરી માટે આ વર્ષ ખાસ હતું. તેમની બે ફિલ્મો બેક ટુ બેક આવી, 'મહારાજ' અને 'મુંજ્યા'.શોભિતાએ નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા, જેના કારણે અભિનેત્રીએ ઘણી હેડલાઈન્સ બનાવી