આલિયા ભટ્ટની કંપનીમાં ઈશા અંબાણીએ 51 ટકા હિસ્સો ખરીદ્યો, બંને માટે આ ડીલ સ્પેશિયલ....

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની રિટેઈલ બ્રાન્ચની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની ચિલ્ડ્રન વિયર બ્રાન્ડ એડ-એ-મમ્મા મોટી ભાગીદારી ખરીદી રહ્યું છે.

New Update
આલિયા ભટ્ટની કંપનીમાં ઈશા અંબાણીએ 51 ટકા હિસ્સો ખરીદ્યો, બંને માટે આ ડીલ સ્પેશિયલ....

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની રિટેઈલ બ્રાન્ચની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની ચિલ્ડ્રન વિયર બ્રાન્ડ એડ-એ-મમ્મા મોટી ભાગીદારી ખરીદી રહ્યું છે. રિલાયન્સે બુધવારે કહ્યું કે, તેમણે 'એડ-એ-મમ્મા'માં 51 ટકા બહુમત ભાગીદારી માટે એક જોઈન્ટ વેન્ચર પર હસ્તાક્ષર કર્યા છે. જણાવી દઈએ કે, 2020માં આલિયા ભટ્ટે લોન્ચ કરેલી કિડ્સ બ્રાન્ડને ટીનએજ અને મેટરનિટી વિયર સેગમેન્ટમાં પણ વિસ્તારિત કરાઈ છે. RRVLએ રોકાણની જાહેરાત કરતા એક નિવેદનમાં કહ્યું કે, ભાગીદારીથી બ્રાન્ડને પર્સનલ કેર અને શિશુ ફર્નીચર, બાળકોની કહાનીના પુસ્તકો જેવી નવી શ્રેણીઓમાં વિકસિત કરવામાં આવશે. જોકે, આ ડીલ કેટલામાં થઈ છે, આ અંગે કંપનીએ માહિતી આપી નથી. તમને જણાવી દઈએ કે, એડ-એ-મમ્માની વેલ્યૂ અંદાજિત 150 કરોડ રૂપિયા આંકવામાં આવી છે અને આ મુખ્ય રીતે ઓનલાઈન જ પ્રોડક્ટ્સ જ વેચે છે. બ્રાન્ડ્સની શરૂઆત કિડ્સવેરથી થઈ હતી અને કંપનીએ 4 થી 12 વર્ષની ઉંમરના બાળકોને ટાર્ગેટ કર્યા હતા. આ વર્ષની શરુઆતમાં કંપનીએ ઈન્ફેન્ટ્સ માટે પણ ક્લોધિંગ લાઈન લોન્ચ કરી. સાથે જ, ગર્લ્સ માટે સ્લીપસૂટ્સ, બોડીસૂટ્સ અને ડ્રેસિઝ લોન્ચ કર્યા.આ ડિલનું એલાન કરતા બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે પણ ઈન્સ્ટાગ્રામ પર ઈશા અંબાણીની સાથે એક ફોટો શેર કર્યો છે. આ ફોટોની સાથે તેમણે એક લાંબી પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યું છે કે, એ જણાવતા ખુશી થઈ રહી છે કે, એડ-એ-મમ્મા અને રિલાયન્સ રિટેલે એક જોઈન્ટ વેન્ચરમાં એન્ટ્રી કરી છે. આલિયાના અનુસાર, વ્યક્તિગત રીતે ઈશા અને મારા માટે, આ બંને માતાઓના એક સાથે આવવા અંગે પણ છે, આ ડીલ અમારા માટે સ્પેશ્યલ છે.

Read the Next Article

દીપિકાએ પિતા પ્રકાશ પદુકોણના જન્મદિને બેડમિન્ટન સ્કૂલ અર્પણ કરી

દીપિકાએ પિતા પ્રકાશ પદુકોણને તેમના 70મા જન્મદિને એક બેડમિન્ટન સ્કૂલ ડેડિકેટ કરી છે. દીપિકાએ સોશિયલ મીડિયા પર જાતે આ ખુશીની ક્ષણ શેર કરી હતી.

New Update
f

દીપિકાએ પિતા પ્રકાશ પદુકોણને તેમના 70મા જન્મદિને એક બેડમિન્ટન સ્કૂલ ડેડિકેટ કરી છે. દીપિકાએ સોશિયલ મીડિયા પર જાતે આ ખુશીની ક્ષણ શેર કરી હતી.

દીપિકાના પિતા  પ્રકાશ પદુકોણ બેડમિન્ટન લિજન્ડ ગણાય છે. વાસ્તવમાં દીપિકાની પહેલી ઓળખ જ પ્રકાશ પદુકોણની પુત્રી તરીકેની છે. દીપિકાએ પિતા સાથે મળીને આ સ્કૂલ લોન્ચ કરી છે. પ્રકાશ પદુકોણ જ અહીં  બેડમિન્ટનની તાલીમ આપવાના છે. 

દીપિકાએ આ ક્ષણે ગર્વ સાથે જણાવ્યું હતું કે જે લોકો  બેડમિન્ટન રમીને મોટા થયા છે તેમને જ ખબર છે કે આ રમત કેટલી ખાસ છે. મારો પોતાનો પણ  અંગત અનુભવ  છે કે આ રમતે મારી જિંદગીનું ખાસ રીતે ઘડતર કર્યું છે. 

મારા પિતા આ વયે પણ પોતાનો મોટાભાગનો સમય બેડમિન્ટનમાં જ પસાર કરે છે. અમે ઈચ્છીએ છીએ આ રમત થકી કેળવાતી શિસ્ત અને ફિટનેસનો લાભ અન્ય લોકોને પણ મળે. 

દીપિકા અત્યારે કારકિર્દીમાં જુદાં કારણોસર ચર્ચામાં છે. તેણે હાલમાં જ સંદિપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'સ્પિરિટ' કામના કલાકો બાબતે છોડી દીધી છે. મર્યાદિત સમય માટે જ કામ કરવાની દીપિકાની પહેલને ઈન્ડસ્ટ્રીના અનેક લોકોએ ટેકો આપ્યો છે. 

 

Latest Stories