Connect Gujarat
મનોરંજન 

જોન સીનાએ સિદ્ધાર્થ શુક્લાને આપી શ્રદ્ધાંજલિ; તસવીર શેર કરીને ફેંસનું દિલ જીત્યું

જોન સીનાએ સિદ્ધાર્થ શુક્લાને આપી શ્રદ્ધાંજલિ; તસવીર શેર કરીને ફેંસનું દિલ જીત્યું
X

રેસલર જોન સીનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરીને સ્વર્ગસ્થ સિદ્ધાર્થ શુક્લાને શ્રદ્ધાંજલિ આપી છે. આમ કરીને જોને પોતાના ભારતીય ચાહકોના દિલ જીતી લીધા છે. તેને કરેલા ફોટાની પોસ્ટ પર ઘણી બધી કોમેંટ્સ આવી રહી છે, જે જોનના આ કાર્યની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. જોનની આ પોસ્ટ વાયરલ થઈ છે. આ પોસ્ટમાં તેણે સિદ્ધાર્થનો ફોટો મૂક્યો છે.

જોન સીનાએ સિદ્ધાર્થને યાદ કરીને એક તસવીર શેર કરી છે. જોકે, તેણે આ તસવીર સાથે કશું લખ્યું નથી, જોકે, જોન સીનાએ સિદ્ધાર્થને ટ્રિબ્યુટ આપ્યું છે તે જોઈને બન્નેના ફેન્સ ભાવુક થઈ ગયા છે અને જોનનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે.

John Cena Instagram Post


સિદ્ધાર્થે 2 સપ્ટેમ્બરે અંતિમ શ્વાસ લીધા. પ્રાથમિક રિપોર્ટ મુજબ તેનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. સિદ્ધાર્થ પરિવારમાં બે બહેનો અને માતાને છોડી જાય છે. જ્યારે 2 સપ્ટેમ્બરે સિદ્ધાર્થની તબિયત લથડી ત્યારે તેને કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. તે દિવસથી સિદ્ધાર્થના નજીકના લોકો આઘાતમાં છે. સિદ્ધાર્થ આટલી નાની ઉંમરે આ દુનિયા છોડી ગયો છે તે કોઈ માની શકે તેમ નથી.

Next Story