/connect-gujarat/media/media_files/2025/09/10/llb3-2025-09-10-16-47-04.jpg)
અક્ષય કુમાર અને અરશદ વારસીની ફિલ્મ ‘જોલી LLB 3’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. અક્ષય કુમારે તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યું, જેના પછી ફેન્સમાં આ ફિલ્મ માટે ઉત્સુકતા વધી ગઈ છે.
સૌથી ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં અક્ષય અને અરશદ બંને 'જોલી'ના રૂપમાં જોવા મળી રહ્યા છે. આ વખતે, આ ફિલ્મની વાર્તા એક ગંભીર અને સંવેદનશીલ મુદ્દાને રજૂ કરતી જોવા મળે છે, જેમાં બે જોલી, અક્ષય કુમાર અને અરશદ, કેસ લડી રહ્યા છે.
બોલિવૂડમાં વર્ષ 2013માં નિર્દેશક સુભાષ કપૂરે જોલી એલએલબી ફ્રેન્ચાઈઝી શરૂ થઈ કરી હતી. પહેલા ભાગમાં અરશદ વારસી મુખ્ય ભૂમિકામાં હતો, જ્યારે બીજા ભાગમાં અક્ષય કુમાર જોવા મળ્યો હતો. હવે, જ્યારે ત્રીજા ભાગ જોલી LLB 3માં મેકર્સે એક જોરદાર પ્લાન બનાવ્યો છે જેમાં આ બંને કલાકારોને એકસાથે લાવ્યામાં આવ્યા છે.
જોલી LLB 3નું 3 મિનિટ અને 5 સેકન્ડનું આ ટ્રેલર તમારી આંખો એક પણ મિનિટ માટે હટવા નહીં દે. જો કોઈ વ્યક્તિ લોકોને હસાવવાની સાથે-સાથે સામાજિક મુદ્દાઓને સરળતાથી દર્શકો સામે રજૂ કરવાની કળા જાણે છે, તો તે અક્ષય કુમાર છે. ટ્રેલરની શરૂઆતમાં ખેડૂતો અને પોલીસ વચ્ચેની અથડામણ બતાવવામાં આવી છે, જેમાં એક ખેડૂતની જમીન કેવી રીતે બળજબરીથી હડપવામાં આવે છે, તે મુદ્દો દર્શાવવામાં આવ્યો છે.
આ પછી ટ્રેલરમાં કાનપુરનો જોલી એટલે કે અક્ષય કુમારની એન્ટ્રી થાય છે, જે પોતાના ચેમ્બરમાં આસિસ્ટન્ટને કહે છે કે જો કોઈ જોલી વિષે પૂછે તો તેને મારી પાસે મોકલી દેજો. બીજી તરફ, બીજો જોલી (અરશદ વારસી) કામ કરે કે ન કરે, પોતાની પૂરી ફી વસૂલ કરે છે. જ્યારે આ બંને જોલી એકબીજાની સામે આવે છે, ત્યારે સાચો ઝઘડો શરૂ થાય છે.
ટ્રેલરમાં મેકર્સે ચાહકોને વધુ એક મોટું સરપ્રાઇઝ આપ્યું છે અને તે છે અમૃતા સિંહનું કમબેક. અરશદ વારસીની સાથે-સાથે અમૃતા સિંહ પણ જોલી LLB 3માં વાપસી કરી રહી છે. આ ઉપરાંત અક્ષય કુમારની પત્ની તરીકે હુમા કુરેશી પણ જોવા મળશે, જે ફરીથી પુષ્પા પાંડે મિશ્રાનું પાત્ર ભજવશે.
જોલી LLB 3નું ટીઝર જોયા પછી દર્શકોની ઉત્સુકતા વધી ગઈ છે અને તેઓ આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની રિલીઝ ડેટની વાત કરીએ તો, અક્ષય કુમાર અને અરશદ વારસીની આ કોમેડી ફિલ્મ 19 સપ્ટેમ્બર, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ પહેલા આ ફ્રેન્ચાઈઝીની બે ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આથી, ફિલ્મના ત્રીજા ભાગ પાસેથી પણ આવી જ અપેક્ષા રાખવામાં આવી રહી છે.