કરણ જોહર પણ પર્સનાલિટી રાઈટ્સ માટે હાઈકોર્ટમાં, જાણો તેણે આ અંગે શું કહ્યું

ફિલ્મ નિર્માતા કરણ જોહરે પોતાના  પર્સનાલિટી રાઈટ્સની  સુરક્ષા માટે દિલ્હી હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.હજુ ગયાં સપ્તાહે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન દ્વારા પણ આ પ્રકારની અરજી કરવામાં આવી હતી.

New Update
karan johar

કરણ જોહરના નામે લોકો પાસેથી પૈસા ઉઘરાવવામાં આવી રહ્યો હોવાનો દાવો

ફિલ્મ નિર્માતા કરણ જોહરે પોતાના  પર્સનાલિટી રાઈટ્સની  સુરક્ષા માટે દિલ્હી હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.હજુ ગયાં સપ્તાહે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનન દ્વારા પણ આ પ્રકારની અરજી કરવામાં આવી હતી. 

કરણ જોહરની અરજીમાં જણાવાયું હતું કે  તેના  નામે લોકો પાસેથી ભંડોળ માંગવામાં આવી રહ્યું છે. તેના નામનો દુરપયોગ થઇ રહ્યો છે. અદાલતમાં કરણ જોહરની અનુમતિ વગર આ કાર્ય થઇ રહ્યાના પુરાવા પણ આપવામાં આવ્યા હતા. 

કરણ જોહરની સંમતિ વિના તેની તસવીરો ડાઉન લોડ કરી તેનો કમર્શિઅલ ઉપયોગ તથા અન્ય બાબતો તરફ પણ અદાલતનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેમજ વિભિન્ન સોશયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તેના નામના ઘણા પેજ પણ હોવાનું  દર્શાવાયું હતું. 

Latest Stories