New Update
બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન એ તેની કારકિર્દીમાં ઘણી સારી-સારી ફિલ્મો આપી છે. કાર્તિક આર્યનએ પોતાની એક્ટિંગ અને લુકથી ફેન્સને દીવાના બનાવી દીધા છે.છેલ્લે કાર્તિક આર્યન ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન'માં મોટા પડદા પર જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી ન હતી પરંતુ એક્ટરે તેના કામ અને તેની એક્ટિંગથી લોકોને પ્રભાવિત કર્યા હતા. હવે કાર્તિકના ફેન્સ તેની આગામી ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે.
કાર્તિકે ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.કાર્તિક આર્યનની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3'ની ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. કાર્તિક આર્યનની ભૂલ ભુલૈયા 2 સુપરહિટ સાબિત થઈ હતી. આ પછી, ભૂલ ભૂલૈયા 3 ને લઈને પણ ઘણી ચર્ચા છે. કાર્તિકે ફિલ્મના નવા પોસ્ટરની ઝલક ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.તેણે ઈન્સ્ટાગ્રામ પર જે પોસ્ટર શેર કર્યું છે તેમાં એક ગેટ જોવા મળી રહ્યો છે અને તે લોક છે. અભિનેતાએ આ સાથે એક ફની કેપ્શન પણ આપ્યું છે. કાર્તિકે પોસ્ટ સાથે લખ્યું છે, 'આ દિવાળીએ દરવાજો ખુલશે, ભૂલ ભૂલૈયા 3.'