/connect-gujarat/media/post_banners/7b1e66ede592b85e67b89ea9333bfba8cfbc4321c828b93c7e89afe96de6fc33.webp)
ઘણાં સમયથી ફેન્સ ફરહાન અખ્તર અને શાહરૂખ ખાનના સાથે કામ કરવાની રાહ જોઈ રહ્યા હતા. તેઓ સાથે મળીને ડોન ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ બનાવવાના હતા. પરંતુ હવે શાહરૂખે આ ફિલ્મમાંથી એક્ઝિટ લઈ લીધી છે. મળેલા અહેવાલ મુજબ શાહરૂખ ખાને ફિલ્મમાંથી હાથ ખેંચી લીધો છે કારણ કે તે કોમર્શિયલ ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે જે દર્શકોના યુનિવર્સલ સેક્શનને કેટર કરી શકે. હવે સમાચાર આવ્યા છે કે રણવીર સિંહ આ ફિલ્મમાં શાહરૂખ ખાનની જગ્યા લેશે. રણવીર આ પ્રોજેક્ટને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. હવે અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનના વારસાને આગળ વધારવાની જવાબદારી તેના પર છે. ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એક સૂત્રએ ડોન-3માં રણવીરની સામેલગીરીની માહિતી આપી હતી. તેણે માહિતી આપી હતી કે આ ફિલ્મ અગાઉની ફિલ્મો કરતા સાવ અલગ હશે. ફિલ્મ મેકર્સ પ્લાન કરી રહ્યા છે કે આ ફિલ્મની જાહેરાત રણવીર સિંહના જન્મદિવસ પર જ કરવામાં આવે.