Connect Gujarat
મનોરંજન 

Kinjal Dave : પાંચ વર્ષ બાદ લોકપ્રિય 'ગરબા ક્વીન' કિંજલ દવેની સગાઈ તૂટી, વાંચો કારણ..!

ગુજરાતની જાણીતી ગાયિકા કિંજલ દવેના લાખો ચાહકો છે. કિંજલનો અવાજ પણ ખૂબ જ મધુર છે, પરંતુ હવે કિંજલની સગાઈ તૂટી જવાની વાત સામે આવી છે.

Kinjal Dave : પાંચ વર્ષ બાદ લોકપ્રિય ગરબા ક્વીન કિંજલ દવેની સગાઈ તૂટી, વાંચો કારણ..!
X

ગુજરાતની જાણીતી ગાયિકા કિંજલ દવેના લાખો ચાહકો છે. કિંજલનો અવાજ પણ ખૂબ જ મધુર છે, પરંતુ હવે કિંજલની સગાઈ તૂટી જવાની વાત સામે આવી છે. પાટણ જિલ્લાના જેસંગપરામાં જન્મેલી કિંજલ દવેએ તેના બાળપણના મિત્રને જીવનસાથી તરીકે પસંદ કર્યો હતો. ગરબા, લગ્ન ગીત અને લોકડાયરો અને સંતવાણીના કાર્યક્રમોએ કિંજલને ખૂબ જ લોકપ્રિય બનાવી હતી.

મળતી માહિતી પ્રમાણે કિંજલની સગાઈ તેના બાળપણના મિત્ર એવા પવન જોશી સાથે થઈ હતી. પરંતુ હવે સગાઈ તૂટવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ફિયાન્સની તમામ તસવીરો હટાવી દીધી. એટલુ જ નહિ, ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ પ્રાઈવેટ કર્યા હોવાની માહિતી સામે આવી છે.

કિંજલ દવે અને તેના ભાઇ આકાશ બંનેની સાટા પદ્ધતિથી સગાઇ કરવામાં આવી હતી. જેમાં કિંજલના ભાઇ આકાશની પવન જોષીની બહેન સાથે સગાઇ કરાઇ હતી. પરંતુ હવે મળતી માહિતી મુજબ પવનની બહેને અન્ય જગ્યાએ કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવેની પણ સગાઇ તૂટી ગઇ છે. હજુ પણ કેટલાંક સમાજમાં સાટા પદ્ધતિનો રિવાજ ચાલી રહ્યો છે. જેમાં એક જ પરિવારના છોકરો-છોકરી અન્ય પરિવારના છોકરા-છોકરી સાથે લગ્ન કરે છે. જો એકના લગ્નજીવનમાં ભંગાણ પડે તો બીજાના લગ્ન પણ એ જ ક્ષણે તૂટી જાય છે. પછી ભલે તેઓ એકબીજા સાથે સુખી કેમ ન હોય. આ રિવાજમાં જ્યારે લગ્ન તૂટે ત્યારે બંને પક્ષે ઘણું સહન કરવાનો વારો આવે છે.

Next Story