બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને આ વર્ષે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે. અભિનેતા રણદીપ હુડા અને સંગીતકાર એ.આર. રહેમાન પણ સન્માનિત હસ્તીઓમાં સામેલ છે. એવોર્ડ સમારોહ 24 એપ્રિલે યોજાનાર છે.હાલમાં જ મંગેશકર પરિવારે આ એવોર્ડ મેળવનારી હસ્તીઓના નામની સત્તાવાર જાહેરાત કરી છે. 81 વર્ષના અમિતાભ બચ્ચન, 47 વર્ષના રણદીપ હુડ્ડા અને 57 વર્ષના એ.આર. રહેમાન ઉપરાંત, એવોર્ડ મેળવનારાઓમાં મરાઠી અભિનેતા અશોક સરાફ, પદ્મિની કોલ્હાપુરી, ગાયક રૂપકુમાર રાઠોડ, અભિનેતા અતુલ પરચુરેનો પણ સમાવેશ થાય છે. આ સમારોહનું આયોજન 24મી એપ્રિલે દીનાનાથ મંગેશકર નાટ્યગૃહ, વિલેપાર્લે, મુંબઈ ખાતે થવા જઈ રહ્યું છે.સંગીત નિર્દેશક હૃદયનાથ મંગેશકરે પત્રકાર પરિષદમાં એવોર્ડની જાહેરાત કરી છે. તેમના પુત્ર આદિનાથ મંગેશકર અને ઉષા મંગેશકર (લતા મંગેશકરની બહેન) પણ કોન્ફરન્સમાં હાજર રહ્યાં હતાં.
મહાનાયક અમિતાભ બચ્ચનને લતા મંગેશકર એવોર્ડથી કરાશે સન્માનિત, 24 એપ્રિલે યોજાશે એવોર્ડ સમારોહ
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને આ વર્ષે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે.
New Update
Latest Stories