/connect-gujarat/media/post_banners/6ed75307b4a52b6c89a040dd9913e12cf6b358b75904b792aade9f9730620b9c.webp)
મહાદેવ બેટિંગ એપ કેસમાં ED અધિકારીઓએ શુક્રવારે મુંબઈમાં એક પ્રોડક્શન હાઉસ પર દરોડા પાડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રોડક્શન હાઉસને ફિલ્મ બનાવવા માટે હવાલા દ્વારા પૈસા મળ્યા હતા. એટલે એ બોલિવૂડના આ પ્રોડક્શન હાઉસને અંડરવર્લ્ડ દ્વારા ફાઇનાન્સ કરવામાં આવતું હતું. EDએ મુંબઈના અંધેરી વિસ્તારમાં કુરેશી પ્રોડક્શન સહિત 6 સ્થળો પર દરોડા પાડ્યા હતા. વાત એમ છે કે કુરેશી પ્રોડક્શન બોલિવૂડના ટોચના સ્ટાર સાથે મોટા બજેટની ઐતિહાસિક ફિલ્મ બનાવવાની ચર્ચા ચાલી રહી છે. આ પ્રોડક્શન ચલાવતા લોકો વસીમ કુરેશી અને તબસ્સુમ કુરેશી છે. ED અધિકારીઓએ વસીમ કુરેશીની પૂછપરછ કરી અને પ્રોડક્શન હાઉસના લેવડ-દેવડની તપાસ કરવામાં આવી હતી. સાથે જ વસીમ કુરેશીની તમામ વિદેશ યાત્રાઓની પણ તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ કુરેશી પ્રોડક્શન્સ બોલીવુડના મોટા સ્ટાર સાથે પ્રાદેશિક ભાષામાં ઐતિહાસિક ફિલ્મ બનાવી રહી છે અને કુરેશી પ્રોડક્શનને ફિલ્મ બનાવવા માટે મહાદેવ એપના પ્રમોટર્સ સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ પાસેથી પૈસા મળ્યા હતા.