Connect Gujarat
મનોરંજન 

નાના પાટેકરને ના ગમી શાહરુખની ફિલ્મ JAWAN, ફિલ્મને ગણાવી સાવ બકવાસ!! વાંચો શું કહ્યું.....

શાહરુખ ખાનની ફિલ્મ જવાનને સાવ વાહિયાત ગણાવી નાનાપાટેકરે

નાના પાટેકરને ના ગમી શાહરુખની ફિલ્મ JAWAN, ફિલ્મને ગણાવી સાવ બકવાસ!! વાંચો શું કહ્યું.....
X

બૉલીવુડ એકટર નાના પાટેકર હાલ પોતાના નિવેદનને લઈને ખૂબ જ ચર્ચામાં છે. તે તેની અપકમિંગ ફિલ્મ ધ વેક્સિન વોર માં પણ જોવા મળવાના છે, ત્યારે આ બધા વચ્ચે નાના પાટેકરનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં તેને શાહરુખ ખાનની ફિલ્મ જવાનને સાવ વાહિયાત ગણાવી છે. સાથે જ હિંસા અને મર્ડરને પ્રોત્સાહિત કરતી હોવાનો પણ આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. એકટરનો ગુસ્સો અચાનક જ શાહરુખ ખાનની ફિલ્મ પર તૂટી પડ્યો હતો. નાના પાટેકરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતું કે સમાજના સારા માટે એક સારી ફિલ્મ બનાવવી ખૂબ જ જરૂરી બની ગયુ છે. હાલમાં જ મે એક ફિલ્મ જોઈ છે. તે ફિલ્મ ખૂબ જ ચાલી છે. હું તે ફિલ્મનુ નામ નહીં લઈ શકું. ફિલ્મ જોયા બાદ મે વિચાર્યું કે યાર આ ફિલ્મ કેવી રીતે ચાલી ગઇ. ફિલ્મમાં વાહિયાત રીતે હિંસા બતાવવામાં આવી છે. જો 400,500 કરોડની કમાણી કરી છે તો બાળકો પણ તે મૂવી જોઈ જ રહ્યા હશે. જે સમાજ માટે ખૂબ જ ખતરનાક છે.

Next Story