Connect Gujarat
મનોરંજન 

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા પહોચ્યા મહાકાલ મંદિરેના દર્શનાર્થે, પૂજાવિધિ કરી મહાકાલનો કર્યો જયઘોશ....

પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટી (AAP) ના સાંસદ રાઘવ ચઢ્ઢાએ મંદિરના નંદી હોલમાં ભગવાન મહાકાલના આશીર્વાદ લીધા

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા પહોચ્યા મહાકાલ મંદિરેના દર્શનાર્થે, પૂજાવિધિ કરી મહાકાલનો કર્યો જયઘોશ....
X

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢાએ શનિવારે મહાકાલની મુલાકાત લીધી હતી. બંને બપોરે 12 વાગે ઉજ્જૈન પહોંચ્યા. અહીં અંજુ શ્રી હોટલમાં રોકાયા હતા. થોડીવાર રોકાઈને બપોરે 1 વાગે મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા. પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટી (AAP) ના સાંસદ રાઘવ ચઢ્ઢાએ મંદિરના નંદી હોલમાં ભગવાન મહાકાલના આશીર્વાદ લીધા.

મંદિરના નિયમો અનુસાર રાઘવે ધોતી-શાલ પહેર્યા હતા, પરિણીતીએ સાડી પહેરી હતી. કપલે 30 મિનિટ સુધી શાંતિપાઠની પૂજા કરી. યશ ગુરુએ પૂજા કરાવી. 1 કલાક સુધી મંદિરમાં રોકાયા. મીડિયા સાથે વાત કરી ન હતી. રાઘવ ચઢ્ઢા 'જય મહાકાલ'ના નારા લગાવીને ત્યાંથી ચાલ્યા ગયા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને આવતા મહિને 25 સપ્ટેમ્બરે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ વર્ષે 13 મેના રોજ બંનેએ દિલ્હીમાં સગાઈ કરી હતી. સગાઈ સમારોહ ફક્ત તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં યોજાયો હતો.

Next Story