બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા આજે લગ્નના બંધનમાં બંધાશે. બંને આજે ઉદયપુરની હોટેલ લીલા પેલેસમાં પંજાબી રીતિ-રિવાજ મુજબ લગ્ન કરશે. લગ્ન પહેલા, દંપતીએ હલ્દી, મહેંદી અને સંગીત ફંક્શન કર્યું હતું. વર-કન્યાનો લુક જોવા માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે તેમની રાહ પૂરી થઈ ગઈ છે. પંજાબી ગાયક નવરાજ હંસે સંગીત સેરેમનીમાં પોતાના પરફોર્મન્સથી સભાજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. હવે ગાયકે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા સાથે બે તસવીરો શેર કરીને તેમની ઝલક બતાવી છે. જોકે બાદમા નવરાજ હંસે તસવીરો ડિલીટ કરી દીધી હતી. પરિણીતી ચોપરાએ તેની સંગીત સેરેમની માટે ડિઝાઈનર સિલ્વર શિમરી લહેંગા પહેર્યો હતો. આ સાથે અભિનેત્રીએ મેચિંગ જ્વેલરી અને બંગડીઓ પણ પહરી હતી. પરિણીતી ખુલ્લા વાળમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. પરિણીતિનો ભાવિ વર રાઘવ ચઢ્ઢા પણ કોઈથી ઓછો દેખાતો નહોતો. બ્લેક ટક્સીડો સૂટમાં ખૂબ જ હેન્ડસમ લાગતો હતો.
રાઘવ ચઢ્ઢા એક નેતા છે અને રાજકીય જગતનો એક ભાગ હોવાને કારણે તેમના લગ્નમાં વરિષ્ઠ નેતાઓની ભીડ જોવા મળી શકે છે. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત પણ તેમના લગ્નમાં હાજરી આપી શકે છે.