પ્રભાસ-દીપિકાની ફિલ્મ 'કલ્કી 2898 AD'નું ટીઝર રિલીઝ, મેકર્સે બદલી દીધું ટાઇટલ

પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન સ્ટારર ફિલ્મ 'Project-K' નું ટીઝર રિલીઝ થયું છે.

New Update
પ્રભાસ-દીપિકાની ફિલ્મ 'કલ્કી 2898 AD'નું ટીઝર રિલીઝ, મેકર્સે બદલી દીધું ટાઇટલ

પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન સ્ટારર ફિલ્મ 'Project-K' નું ટીઝર રિલીઝ થયું છે. આ સાથે નિર્માતાઓએ ફિલ્મના ,મેઈન ટાઇટલની પણ જાહેરાત કરી છે. હવે ફિલ્મનું નામ 'Project-K' થી બદલીને કલ્કિ 2898 AD' કરવામાં આવ્યું છે. 

આ ફિલ્મના અસલી ટાઇટલની સત્તાવાર જાહેરાત યુએસમાં 'સાન ડિએગો કોમિક કોન ઇવેન્ટ'માં થઈ હતી. ટાઇટલ સિવાય, નિર્માતાઓએ ઇવેન્ટમાં ટીઝર અને રિલીઝ તારીખની જાહેરાત કરી હતી. ટીઝર જોઈને લાગે છે કે આ ફિલ્મ ભવિષ્ય પર આધારિત છે. 

આ ફિલ્મ 24 જાન્યુઆરી 2024ના રોજ બોક્સ ઓફિસ પર રિલીઝ થશે. યુટ્યુબ પર રિલીઝ થયેલા આ ટીઝરને 8 કલાકમાં 2.6 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે. ટીઝરને ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ પહેલાં મેકર્સે બુધવારે પ્રભાસનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો હતો. જોકે ફેન્સને તેનો ગેટઅપ વધારે પસંદ આવ્યો ન હતો. 

નેગેટિવ કોમેન્ટ્સ મળ્યા બાદ એક્ટરનો ફર્સ્ટ લૂક સોશિયલ મીડિયા પરથી હટાવી દેવામાં આવ્યો હતો.

Read the Next Article

દીપિકાએ પિતા પ્રકાશ પદુકોણના જન્મદિને બેડમિન્ટન સ્કૂલ અર્પણ કરી

દીપિકાએ પિતા પ્રકાશ પદુકોણને તેમના 70મા જન્મદિને એક બેડમિન્ટન સ્કૂલ ડેડિકેટ કરી છે. દીપિકાએ સોશિયલ મીડિયા પર જાતે આ ખુશીની ક્ષણ શેર કરી હતી.

New Update
f

દીપિકાએ પિતા પ્રકાશ પદુકોણને તેમના 70મા જન્મદિને એક બેડમિન્ટન સ્કૂલ ડેડિકેટ કરી છે. દીપિકાએ સોશિયલ મીડિયા પર જાતે આ ખુશીની ક્ષણ શેર કરી હતી.

દીપિકાના પિતા  પ્રકાશ પદુકોણ બેડમિન્ટન લિજન્ડ ગણાય છે. વાસ્તવમાં દીપિકાની પહેલી ઓળખ જ પ્રકાશ પદુકોણની પુત્રી તરીકેની છે. દીપિકાએ પિતા સાથે મળીને આ સ્કૂલ લોન્ચ કરી છે. પ્રકાશ પદુકોણ જ અહીં  બેડમિન્ટનની તાલીમ આપવાના છે. 

દીપિકાએ આ ક્ષણે ગર્વ સાથે જણાવ્યું હતું કે જે લોકો  બેડમિન્ટન રમીને મોટા થયા છે તેમને જ ખબર છે કે આ રમત કેટલી ખાસ છે. મારો પોતાનો પણ  અંગત અનુભવ  છે કે આ રમતે મારી જિંદગીનું ખાસ રીતે ઘડતર કર્યું છે. 

મારા પિતા આ વયે પણ પોતાનો મોટાભાગનો સમય બેડમિન્ટનમાં જ પસાર કરે છે. અમે ઈચ્છીએ છીએ આ રમત થકી કેળવાતી શિસ્ત અને ફિટનેસનો લાભ અન્ય લોકોને પણ મળે. 

દીપિકા અત્યારે કારકિર્દીમાં જુદાં કારણોસર ચર્ચામાં છે. તેણે હાલમાં જ સંદિપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'સ્પિરિટ' કામના કલાકો બાબતે છોડી દીધી છે. મર્યાદિત સમય માટે જ કામ કરવાની દીપિકાની પહેલને ઈન્ડસ્ટ્રીના અનેક લોકોએ ટેકો આપ્યો છે.