પુષ્પા-2 રિલીઝ પૂર્વે જ વિવાદોમાં, ફિલ્મમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ 'પુષ્પા 2'ની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી છે. એવામાં ફિલ્મને લઈ રિલીઝ પહેલાં જ વિવાદ સર્જાયો છે.

New Update
pupshpa
Advertisment

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ 'પુષ્પા 2'ની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી છે. એવામાં ફિલ્મને લઈ રિલીઝ પહેલાં જ વિવાદ સર્જાયો છે. હરિયાણાના હિસાર જિલ્લાના એક ગામમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી હોવાનું કહેવામાં છે. પોલીસે આ મામલે હજુ સુધી કોઈ કેસ નોંધ્યો નથી.આ કેસના તપાસ અધિકારી ગૌતમ કુમારનું કહેવું છે કે હમણાં જ ફરિયાદ મળી છે. ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ જ આ અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Advertisment

આ ફરિયાદ હિસારના જુગલાનના રહેવાસી કુલદીપ કુમારે નોંધાવી છે. કુલદીપે કહ્યું છે કે પૈસાની ખાતર જાણીજોઈને કોઈ ચોક્કસ ધર્મનું અપમાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો ફિલ્મ આ જ રીતે ચાલવામાં આવશે તો તે તેને હિસાર (હરિયાણા)માં રિલીઝ થવા દેશે નહીં.એક્ટર અલ્લુ અર્જુન અર્ધનારીશ્વર અવતારમાં જોવા મળ્યો હતો, જેના કારણે સનાતન ધર્મ સાથે જોડાયેલા લોકો અને મારા ધર્મની આસ્થાને ઠેસ પહોંચી છે. હું ફિલ્મની સાથે સાથે તમામ કલાકારોનું સન્માન કરું છું, પરંતુ કેટલાક કલાકારો એવા છે જે પૈસાની ખાતર એક ચોક્કસ ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Latest Stories