Connect Gujarat
મનોરંજન 

રાજસ્થાનની નંદિની ગુપ્તાના સિરે સજ્યો Femina Miss India 2023નો તાજ

રાજસ્થાનની નંદિની ગુપ્તાએ ફેમિના મિસ ઈન્ડિયા 2023 બ્યૂટી પેઝેન્ટનો ખિતાબ પોતાના નામે કર્યો છે

રાજસ્થાનની નંદિની ગુપ્તાના સિરે સજ્યો Femina Miss India 2023નો તાજ
X

રાજસ્થાનની નંદિની ગુપ્તાએ ફેમિના મિસ ઈન્ડિયા 2023 બ્યૂટી પેઝેન્ટનો ખિતાબ પોતાના નામે કર્યો છે, જેની સાથે તે દેશની 59મી મિસ ઈન્ડિયા પસંદ કરવામાં આવી છે. નંદિની ગુપ્તાએ શ્રેયા પૂંજા અને સ્ટ્રેલા થૌના ઓઝમ લુવાંગ અને અન્ય સુંદરીઓને પાછળ મુકીને આ ખિતાબ પોતાના નામે કર્યો છે. એવામાં શ્રેયા પૂંજા ફર્સ્ટ રનર-અપ રહી તો વળી સ્ટ્રેલા થૌના ઓઝમ લુવાંગને સેકન્ડ રનરઅપ ઘોષિત કરવામાં આવી હતી. નંદિનીની જીત બાદ પૂર્વ મિસ ઈન્ડિયા સિની શેટ્ટીએ તેને તાજ પહેરાવ્યો હતો. સિની શેટ્ટી ફેમિના મિસ ઈન્ડિયા 2022ની વિનર રહી હતી. આ વખતે 'ફેમિના મિસ ઈન્ડિયા 2023'નું આયોજન મણિપુરમાં કરવામાં આવ્યુ હતું, જેમાં દેશભરમાંથી છોકરીઓએ ભાગ લીધો હતો. બ્યૂટી પેઝેંટમાં 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છોકરીઓએ ભાગ લીધો હતો. આ શાનદાર જીત બાદ હવે નંદિની મિસ વર્લ્ડની આગળની સિઝનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની છે. મિસ ઈન્ડિયા 2023 નંદિની ગુપ્તા રાજસ્થાનના કોટા શહેરની રહેનારી છે. આ તાજને પોતાના નામે કરવા માટે નંદિનીએ ખૂબ જ મહેનત કરી છે. નંદિની ઘણાં સમય પહેલાં મોડેલિંગ માટે પેશનેટ રહી છે. પોતાના આ સપનાંને પૂરું કરતાં-કરતાં તેણી આ મુકામે પહોંચી ગઈ છે. જોકે, એવું નથી કે, મોડેલિંગની સાથે તેણી અભ્યાસમાં ધ્યાન નથી આપી રહી. નંદિની અભ્યાસમાં પણ ખૂબ જ હોશિયાર રહી છે. તેણીએ સંત પૉલ સીનિયર સેકન્ડરી સ્કૂલમાં પોતાની શિભા પૂરી કરી અને હાલ લાલા લાજપત રાય કોલેજથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહી છે. નંદિનીને લઈને કહેવામાં આવે છે કે તેણી ફક્ત 10 વર્ષની હતી, ત્યારે જ તેણીએ ફેમિના મિસ ઈન્ડિયાનો તાજ પોતાના સિરે સજાવવાનું સપનું જોવાનું શરુ કરી દીધું હતું.

Next Story