/connect-gujarat/media/media_files/2025/09/29/aryan-2025-09-29-17-02-37.jpg)
આર્યન ખાનની ડેબ્યુ સીરીઝ ધ બૈડસ ઓફ બોલીવૂડની પ્રથમ સીઝન ઓટીટી પર ધમાલ મચાવી રહી છે.
આ સીરીઝને દર્શકોનો પોઝિટિવ રિસપોન્સ મળી રહી છે. આ સીરીઝ સફળ થવાથી હવે બીજી સીઝનની તૈયારી શરૂ કરવા દેવામાં આવી હોવાનું રજત બેદીએ કન્ફર્મ કર્યું છે.
રજત બેદીએ ધ બૈડસ ઓફ બોલીવૂડની સીરીઝમાં રાજ સકસેનાનો રોલ નિભાવ્યો છે. તેણે જણાવ્યું હતુ ંકે, સીઝન ટુની તૈયારી શરૂ થઇ ગઇ છે. તેના પર કામ ચાલી રહ્યું છે. મને આશા છે કે દર્શકોને સીઝન ટુ વધુ પસંદ આવશે.
આર્યન ખાનની ડેબ્યુ સીરીઝ ધ બૈડસ ઓફ બોલીવૂડ ગ્લોબલ ટોપ ૧૦ (અંગ્રેજી નહીં)ની યાદીમાં ચાર નંબરના સ્થાન પર છે. શોને સોશયલ મીડિયા પર પોઝિટિવ રિસપોન્સ મળી રહ્યો છે.